Gujarat Corona Cases: આજે 890 નવા કેસ 7 દર્દીનાં મોત કુલ મૃત્યુઆંક 4275

ગાંધીનગર, 26 ડિસેમ્બર 2020 શનિવાર

ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે. જો કે તેમ છતાં પણ સાવધાની રાખવી જરૂરી છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 890 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોનાં મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4275 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,40,995 પર પહોંચી ગયો છે. જોકે રિકવરી રેટ ધીરે ધીરે વધી રહ્યો છે અને 93.86 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 10512 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,26,208 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 10451 લોકો સ્ટેબલ છે.

તે જ પ્રકારે રાજ્યનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં કોરોનાથી થયેલા મૃત્યુઆંક પર એક નજર કરીએ તો આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં-1, મહેસાણામાં-1 અને રાજકોટ કોર્પોરેશનમાં એક દર્દીના મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

રાજ્યમાં કોરોના વાયરસથી પોઝિટિવ થયેલા દર્દીઓની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોર્પોરેશન 178, સુરત કોર્પોરેશન 128, વડોદરા કોર્પોરેશન 108, રાજકોટ કોર્પોરેશન 58, સુરત 36, વડોદરા 31, કચ્છ 29, મહેસાણા 24, દાહોદ 22, ભરૂચ 20, રાજકોટ 20, ખેડા 19, પંચમહાલ 17, ગાંધીનગર કોર્પોરેશન 15, ગાંધીનગર 14, પાટણ 14, ભાવનગર કોર્પોરેશન 13, સુરેન્દ્રનગર 13, સાબરકાંઠા 12, જુનાગઢ કોર્પોરેશન 11, અમરેલી 9, આણંદ 9, ભાવનગર 9, મહીસાગર 8, મોરબી 8, અમદાવાદ 7, બનાસકાંઠા 7, ગીર સોમનાથ 7, જામનગર 7, જામનગર કોર્પોરેશન 6, જુનાગઢ 6, નર્મદા 6, પોરબંદર 5, અરવલ્લી 4, વલસાડ 4, દેવભૂમિ દ્વારકા 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, નવસારી 1, તાપી 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં આજે કુલ 1002 દર્દી સાજા થયા હતા અને 53,539 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 93,84,030 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.86 ટકા છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,04,597 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,04,481 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 116 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો