ખેડુતોનાં મુદ્દે RLP એ NDA સાથે છેડો ફાડ્યો, હનુમાન બેનિવાલની ઘોષણા
નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2020 શનિવાર
ખેડુતોનાં મુદ્દા પર રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન (NDA) ને જોરદાર ઝટકો લાગ્યો છે, રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટી (RLP)એ એનડીએની સાથે છેડો ફાડી નાખ્યો છે, પાર્ટીનાં સંયોજક અને નાગૌરનાં સાંસદ હનુમાન બેનિવાલએ તેની ઘોષણા કરી છે, અત્રે ઉલ્લેખનિય છે કે ગત દિવસોમાં બેનિવાલે ખેડુત આંદોલનનાં સમર્થનમાં 26 ડિસેમ્બરે 2 લાખ ખેડુતોની સાથે દિલ્હી કૂચનું એલાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે આ ખેડુતોનાં મુદ્દે પહેલા NDAનાં સાથી પક્ષ અકાળી દળે પણ તેનો સાથ છોડી દીધો છે, NDAનાં તમામ સહયોગી પક્ષોમાં બિજેપી સૌથી મોટી પાર્ટી છે, જે ખેડુતોને આ કૃષિ કાયદાનાં લાભ સમજાવવાનાં પ્રયાસો કરી રહી છે, ત્યાં જ બીજી તરફ દિલ્હી સિંધુ બોર્ડર પર છેલ્લા ઘણા દિવસોથી ખેડતો આંદોલન કરી રહ્યા છે.
NDAથી અલગ થવા અંગે હનુમાન બેનિવાલે મિડિયા સાથે ચર્ચા કરી, તેમણે કહ્યું કે ખેડુત આંદોલનનાં સમર્થનમાં NDAનો સાથ છોડ્યો છે, નવા કૃષિ કાયદા ખેડુત વિરોધી છે, NDAએ છોડ્યું છે તેનો મતલબ તે નથી કે અમારી પાર્ટીએ કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યું છે.
Comments
Post a Comment