મારે બિહારના CM નથી રહેવું, ભાજપ ઇચ્છે તેને બનાવે : નિતિશ


નિતિશ કુમારે હવે ગૃહ મંત્રાલય ખાલી કરી દેવું જોઇએ  ભાજપના નેતા સંજય પાસવાનના ટોણાથી વિવાદ વધ્યો 

પટના, તા. 27 ડિસેમ્બર, 2020, રવિવાર

અરૂણાચલ પ્રદેશમાં નિતિશ કુમારના પક્ષ જદ(યુ)ના છ ધારાસભ્યોને ભાજપે પોતાની તરફ કરી લેતા નિતિશ કુમાર નારાજ છે. જેની અસર હવે બિહારમાં દેખાવા લાગી છે અને ભાજપ-જદ(યુ) વચ્ચે ગમે ત્યારે ફાટા પડી શકે છે.

આ સિૃથતિ વચ્ચે નિતિશ કુમારે  હવે અચાનક જદ(યુ)ના અધ્યક્ષ પદે પોતાના માનિતા રામચંદ્ર પ્રસાદસિંહ (આરસીપી સિંહ)ની વરણી કરી દીધી છે. અને કહ્યું છે કે મારે મુખ્ય પ્રધાન નથી રહેવું, એનડીએ ઇચ્છે તેને બિહારના મુખ્ય પ્રધાન બનાવી દે.   

બિહારમાં જદ(યુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ હતી જેમાં નિતિશ કુમારે મોટુ એલાન કરતા કહ્યું કે મારે બિહારના મુખ્ય પ્રધાન પદે હવે નથી રહેવું અને એનડીએ ઇચ્છે તેને આ પદ સોપી શકે છે.

એટલુ જ નહીં મુખ્ય પ્રધાન પણ ભાજપના જ હોય તેમ પણ આક્રામક બનેલા નિતિશ કુમારે કહી દીધુ છે. નિતિશે કહ્યું કે મને કોઇ પદનો મોહ નથી, ભાજપ પોતાના જ નેતાને બિહારના સીએમ બનાવી દે. નિતિશ કુમારે આ કટાક્ષની સાથે જ ભાજપને વધુ એક ઝટકો આપ્યો હતો અને જદ(યુ)ના અધ્યક્ષ પદેથી ખુદ હટી ગયા અને પોતાના માનિતા આરસીપી સિંહને આ પદ સોંપી દીધુ છે. 

આ નિર્ણયથી હવે જદ(યુ) જો કોઇ પણ પગલુ ભરે તો તેના માટે સીધા નિતિશ કુમારને જવાબદાર નહીં ઠેરવી શકાય. નિતિશ કુમારે ખુદને એક રીતે ભાજપથી દુર પણ કરી દીધા છે. હવેથી આરસીપી સિંહ જ જદ(યુ)ના બધા નિર્ણયો લેશે અને ભાજપ સાથેની વાતચીત પણ તેઓ જ સંભાળશે. 

આરસીપી સિંહને પક્ષના વડા બનાવવાનો નિતિશ કુમારનો નિર્ણય દર્શાવે છે કે બિહારમાં એનડીએમાં બધુ શાંત નથી ચાલી રહ્યું પણ આવનારા દિવસોમાં તેના પર મોટી અસર થઇ શકે છે. એવામાં નિતિશ કુમારે સામે ચાલીને પોતાની નારાજગી વ્યક્ત કરતુ નિવેદન કર્યું છે અને ભાજપને સંદેશો આપી દીધો છે કે આવનારા દિવસોમાં તેઓ ગમે ત્યારે એનડીએનો સાથ છોડી શકે છે.

નિતિશ કુમારની આ નારાજગી અરૂણાચલ પ્રદેશમાં ભાજપે જદ(યુ)ના છ ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરી લેતા વધી ગઇ હતી. બીજી તરફ ભાજપના જ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય પાસવાને કહ્યું છે કે નિતિશ કુમારે હવે રાજ્યનું ગૃહ મંત્રાલય બીજા કોઇને સોપી દેવું જોઇએ. આ પ્રકારના નિવેદનોથી પણ નિતિશ કુમાર નારાજ છે અને હવે સીએમ પદ જ છોડવાની જાહેરાત કરી દેતા બિહારનું રાજકારણ ગરમાયું છે.  

દરમિયાન નિતિશ કુમારે જદ(યુ)ના નવા અધ્યક્ષ પદે આરસીપી સિંહને નિમ્યા છે તેઓ  ઉત્તર પ્રદેશમાં આઇએએસ અિધકારી તરીકે સેવા આપી ચુક્યા છે. નિતિશ કુમાર જે જાતિ સાથે સંકળાયેલા છે તે જ જાતિ સાથે આરસીપી સિંહ પણ સંકળાયેલા છે.

તેઓ નિતિશ કુમાર સાથે વર્ષો સુધી કામ કરી ચુક્યા છે. નિતિશ કુમાર જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે આરસીપી સિંહ તેમના અંગત સચિવ પણ રહ્યા. 2005માં નિતિશ કુમાર સીએમ બન્યા ત્યારે આરસીપી સિંહ તેમના મુખ્ય સચિવ બન્યા હતા. 2010માં તેઓને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. 

અમે વિશ્વાસઘાત નથી કરતા  આરસીપી સિંહનો ભાજપને જવાબ

પટના, તા. 27

નિતિશ કુમારે પોતાના ઉત્તરાધીકારી તરીકે આરસીપી સિંહને પસંદ કરી લીધા છે. તે સાથે જ હવે બિહારમાં એનડીએમાં ભંગાણની શક્યતાઓ વધી રહી છે. પદ સંભાળતા જ આરસીપી સિંહે ભાજપ પર આક્રામર પ્રહારો કર્યા છે.

તેમણે અરૂણાચલ પ્રદેશની ઘટનાને ટાંકીને ટોણો મારતા કહ્યું કે અમે અમારા મિત્રોની સાથે કોઇ કાવતરા નથી કરતા. ના તો અમે તેમની સાથે કોઇ વિશ્વાસઘાત કરીએ છીએ. અરૂણાચલમાં જદ(યુ)ના છ ધારાસભ્યોને ભાજપે પોતાની તરફ કરી લેતા આ વિવાદ શરૂ થયો છે. આરસીપી સિંહે પદ સંભાળતા જ કહ્યું કે અમે જેની સાથે રહીએ છીએ તેમાં પુરી ઇમાનદારી દેખાડીએ છીએ.

બિહારની ચૂંટણીમાં સહિયોગીઓના મત જદ(યુ)માં ટ્રાંસફર ન થઇ શક્યા, પણ અમારા મત તેમનામાં ટ્રાંસફર જરૂર થયા. જેને કારણે જ તેમની બેઠકો વધી ગઇ. અરૂણાચલની ઘટનાને ટાંકીને તેમણે કહ્યું કે અમે અમારા જ સહિયોગીઓની સાથે કોઇ કાવતરા નથી ઘડતા, અમારા સંસ્કાર જ એવા નથી જેને કોઇ હલાવી ન શકે. અમે અમારા પક્ષને આગળ વધારવા માટે નિષ્ઠા પૂર્વક કામ કરતા રહીશું અને જવાબદારી નિભાવીશું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો