કે પી શર્મા ઓલીના દાવપેચથી ચીને પેંતરો બદલ્યો, ભારત સમર્થક નેતાઓને ફોસલાવવાનું શરૂ કર્યું


- ચીનના સામ્યવાદી પક્ષના નેતા કાઠમંડુ પહોંચ્યા

કાઠમંડુ તા.30 ડિસેંબર 2020 બુધવાર 

નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીના નવા દાવપેચથી મૂંઝાયેલા ચીનને એમ લાગ્યું કે હવે નેપાળ હાથમાંથી સરકી રહ્યું છે એટલે નેપાળમાંના ભારતના સમર્થક ગણાતા નેતાઓને સાધવાનું શરૂ કર્યું હતું.

ચીનના સામ્યવાદી પક્ષના નાયબ મંત્રી અને ચીનના ચાણક્ય કહેવાતા નેતા ગુઓ યેઝ્ઝુ અને નેપાળ ખાતેના ચીની રાજદૂતે પેંતરો બદલ્યો હતો. ગુઓ યેઝ્ઝુ કાઠમંડુ પહોંચ્યા હતા અને ચીની રાજદૂત હાઓ યાંકી નેપાળના મુખ્ય વિપક્ષી નેતા નેપાળ કોંગ્રેસના પ્રમુખ શેરબહાદૂર દેઉબાને મલ્યા હતા. આ ત્રણે નેતાએ વડા પ્રધાન ઓલીએ સંસદભંગ કર્યા પછી સર્જાયેલી રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરી હતી.

નેપાળના વિદેશ પ્રધાન નારાયણ ખડકાને ટાંકીને નેપાળી અખબાર કાઠમંડુ પોસ્ટે એવો અહેવાલ પ્રગટ કર્યો હતો ક ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય બાબતોના ઉપમંત્રી ગુઓના અધ્યક્ષપદે ચાર સભ્યોના પ્રતિનિધિ મંડળે નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન દેઉબા સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં નેપાળ અને ચીનના સંબંધો વિશે પણ વિગતવાર વાતચીત થઇ હતી. આ નેપાળી દૈનિકના અહેવાલ મુજબ ગુઓએ આવતા વરસે ચીનના સામ્યવાદી પક્ષની એકસોમી જયંતી નિમિત્તે નેપાળના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ વતી નેપાળી નેતાને ચીનની મુલાકાતે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

દેઉબા નેપાળના વડા પ્રધાન હતા ત્યારે વિદેશી બાબતોના તેમના સલાહકાર દિનેશ ભટ્ટારાયે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દેઉબાએ ચીનના લોકો, પ્રમુખ શી જીનપીંગ અને સામ્યવાદી પક્ષના નેતાઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા આપી હતી. ચીની સામ્યવાદી પક્ષ આવતા વરસે બીજિંગમાં એક ભવ્ય સમારોહ કરવાનો છે. ભટ્ટારાયે કહ્યું કે બંને દેશોના દ્વિપક્ષી મુદ્દાઓની પણ આ પ્રસંગે ચર્ચા થઇ હતી. 

ગુઓએ દેઉબાને રાજી રાખવા સ્વર્ગીય વડા પ્રધાન બી પી કોઇરાલાના ભારોભાર વખાણ કર્યા હતા અને એમના પ્રદાનને બિરદાવ્યું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે કોઇરાલા વડા પ્રધાન હતા ત્યારે 1960માં ચીન અને નેપાળના સંબંધો આત્મીય હતા અને ઉષ્માસભર હતા.

અત્યારે તો નેપાળમાં રાજકીય વાતાવરણ ખાસ્સું ગરમ હતું. દેઉબા અને ગુઓની મુલાકાત પર ઓલીની પણ તીક્ષ્ણ નજર હતી. ચીન અત્યારે નેપાળમાં 2017માં હતી એવી પરિસ્થિતિ ફરી સર્જવા ઉત્સુક છે.  નેપાળના રાજકીય સમીક્ષકો માને છે કે ઓલીએ સંસદ ભંગ કરી નાખતાં ચીન નેપાળ તરફની પોતાની નીતિમાં પોતાને સૌથી વધુ અનુકૂળ થાય એવું વાતાવરણ સર્જવા માગે છે. નેપાળ સાથે પોતાનો ઘરોબો અકબંધ રહે એવી ચીનની ઉત્કટ ઇચ્છા હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો