જેડીએસનું રાજકીય અસ્તિત્વ સમાપ્ત કરવા ઈચ્છે છે કોંગ્રેસ, એચ.ડી.દેવ ગૌડાનો આરોપ


બેંગાલુરૂ, તા. 27 ડિસેમ્બર 2020 રવિવાર

બે વર્ષ પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ ગઠબંધન સરકાર બનાવવા છતાં તેને ન ચલાવી શકવાની ઘમાસાણ વચ્ચે આજે પણ કોંગ્રેસ અને જેડીએસના ટોપ નેતા પરેશાન છે. 

ચોંકાવનારી વાત છે કે બંને પાર્ટીના નેતા પોતાની ભૂલથી રાજકીય શીખ લેવાના બદલે એક-બીજા વિરૂદ્ધ મોર્ચા ખોલી ચૂંટણી જંગ માટે તૈયાર કરી રહ્યા છે. બંને એક સાથે મળીને ભાજપને 2023 વિધાનસભા ચૂંટણીમાં માત આપવાને બદલે એક-બીજા વિરૂદ્ધ જ આરોપ-પ્રત્યારોપની મુહિમમાં લાગેલા છે.

આ વચ્ચે દેશના પૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગોડાએ કોંગ્રેસ પર જેડીએસને ખતમ કરવાનો આરોપ લગાવીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ સિદ્ધારમૈયાના નેતૃત્વમાં આ પાર્ટીને ધ્વસ્ત કરવા ઈચ્છે છે. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા આ મુહિમમાં લાગેલા છે. તેમણે દાવો કર્યો છે કે આ પાર્ટીને કોઈ પણ નષ્ટ કરી શકશે નહીં. આને પોતાનો જનાધાર મળી ગયો છે. અમે 2023 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે લડતા ફરી પાર્ટીને મજબૂતી આપશે અને સત્તામાં પાછા ફરશે.

કુમારસ્વામીને હઝમ ના કરી શકી કોંગ્રેસ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018માં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી પરંતુ કોંગ્રેસે જેડીએસના કુમારસ્વામીને સીએમ પદની ઑફર આપીને ભાજપને સત્તા બહાર કરી દેવાયા હતા પરંતુ સવા વર્ષ બાદ જ રાજકીય તોડફોડ દ્વારા ગઠબંધન સરકાર પડી ગઈ અને કર્ણાટકમાં ભાજપ ફરીથી સરકાર બનાવવામાં સફળ થઈ ગઈ. ત્યારથી કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે રાજકીય જંગ જારી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે