શું ભારતમાં પણ કોરોનાનાં નવા સ્ટ્રેને પ્રવેશ કર્યો?, જાણો કેરળનાં આરોગ્ય પ્રધાને શું કહ્યું...
- છેલ્લા એક સપ્તાહમાં બ્રિટનથી કેરળ પરત ફરેલા ઓછામાં ઓછા 8 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે
નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2020 શનિવાર
કેરળનાં કોઝિકોડમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં કોરોના વાયરસનાં નવા સ્ટ્રેનમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે, કેરળનાં આરોગ્ય પ્રધાન કે કે સૈલજાએ કહ્યું કે ચોક્કસપણે અમે કેરળનાં તમામ જિલ્લામાં હવે સંસોધનોનું સંચાલન કરી રહ્યા છે, જો કે તેમણે કહ્યું કે આ સ્ટ્રેન બ્રિટનમાં મળી આવેલો નવાં સ્ટ્રેન જેવો નથી.
છેલ્લા એક સપ્તાહમાં બ્રિટનથી કેરળ પરત ફરેલા ઓછામાં ઓછા 8 લોકો સંક્રમિત મળી આવ્યા છે, તેનાં સેમ્પલ પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર વાયરોલોજીમાં વધુ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, જેથી ખબર પડે કે નવા સ્ટ્રેનથી સંક્રમિત છે કે નહીં, રાજ્યનાં આરોગ્ય પ્રધાન કે કે શૈલજાએ માહિતી આપી છે.
પ્રધાને કહ્યું કે કેટલાક યુરોપિયન દેશોમાં મ્યુટેન્ટ એલર્ટને જોતા રાજ્યનાં તમામ એરપોર્ટ પર એલર્ટ જારી કરાઇ છે, તેમણે કહ્યું અમે અહીં પણ વાયરસમાં કેટલીક ભિન્નતા જોઇ છે, પરંતું તે બ્રિટનનાં સ્ટ્રેન જેવો જ સંક્રામક છે તેવું કહેવું હાલ અતિશયોક્તિ હશે.
Comments
Post a Comment