ઉત્તર ભારત બે દિવસ સુધી શીતલહેર અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં, આજે તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2020 રવિવાર

ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત ઉત્તર ભારતનાં ઘણા સ્થાનો પર રવિવારે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે, ભારતનાં હવામાન વિભાગે આ સપ્તાહ બાદ આ વિસ્તારમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસનું અનુમાન વ્યક્ત કર્યું છે, હિમાલયનાં વિસ્તારોની કાતિલ ઠંડીનાં કારણે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં રવિવારે સમાન્ય વૃધ્ધી નોંધાઇ છે. 

હવામાન વિભાગે કહ્યું 28 થી 29 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા ઉત્તર રાજસ્થાનમાં વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ શીત લહેરનું અનુમાન છે, આ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ પણ છવાયેલો રહે તેવી આંશંકા છે, દિલ્હી માટે આંકડા જાહેર કરતી સફદરજંગ વેધશાળાએ રવિવાર સવારે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે શનિવારે 4.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જો કે આએમડીએનાં ડિરેક્ટરે કહ્યું કે આ રાહત થોડા સમય માટે જ છે.

કાશ્મિરમાં રવિવારે શીત લહેર અને તેજ થયેલી હવા તથા સમગ્ર ખીણમાં લઘુત્તમ તાપમાન શુન્યથી અનેક ડિગ્રી નીચે આવી ગયું, હવામાન વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું કે 12 ડિસેમ્બરનાં દિવસે થયેલી બરફવર્ષા બાદથી જ હવામાન શુષ્ક અને ઠડું બન્યું છે, જ્યારે રાત્રે તાપમાન શુન્યથી પણ નીચે રહ્યું છે, હવામાન વિભાગનું અનુમાન છે કે ખીણમાં આગામી ત્રણ દિવસોમાં હળવો વરસાદ અને બરફ વર્ષા થઇ શકે છે.

હવામાન વિભાગનાં અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ગુલમર્ગમાં તાપમાન શુન્યથી 7.2 સેલ્સિયસ નીચે આવી ગયા, જ્યારે ગઇ રાત્રે તાપમાન શુન્યથી 6.5 ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું હતું, ખીણમાં ગુલમર્ગ સૌથી ઠંડુ સ્થાન રહ્યું, તેમણે કહ્યું કે કુપવાડાનું લઘુત્તમ તાપમાન શુન્યથી 4.8 ડિગ્રી સેલ્સિયસ નીચે અને કોકેરનાગનું લઘુત્તમ તાપમાન શુન્યથી 4.9 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું, વર્તમાનમાં કાશ્મિર ચિલ્લઇ કલાનની ઝપેટમાં છે, આ દરમિયાન 40 દિવસો સુધી કાળઝાળ ઠંડી હોય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે