ટ્રમ્પનો ચીનને તમાચો, તિબેટીયનોને આઝાદી આપવાનાં કાયદા પર કર્યા હસ્તાક્ષર, ચુટી શકશે પોતાના દલાઇ લામા

વોશિંગ્ટન, 28 ડિસેમ્બર 2020 સોમવાર

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદીલી અને બિજીંગ દ્વારા મળી રહેલી ચેતવણીઓને ફગાવીને અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તે કાયદા પર પોતાનાં હસ્તાક્ષર કરી લીધા છે જે તિબેટીયનોને તેમના ધર્મગુરૂ દલાઇ લામાનાં આગામી ઉત્તરાધિકારી ચુંટવાનો હક આપે છે, ધ તિબેટ પોલીસી એન્ડ સપોર્ટ એક્ટને અમેરિકાની કોંગ્રેસે ગયા સપ્તાહે જ પાસ કર્યો હતો, જેનાંથી ચીન બરાબરનું ગીન્નાયુ છે, અને તેના વિદેશ મંત્રાલયે ચીનનાં આંતરિક બાબતોમાં હસ્તક્ષેપનો પ્રયાસ ગણાવ્યો હતો.

ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા બાંગ વેનબિને ગયા સપ્તાહે આ બિલ પસાર થયા બાદ કહ્યું હતું કે અમે અમેરિકાને આગ્રહ કરીએ છિએ છે કે તે ચીનનાં આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરે, અને આ નકારાત્મક કાયદા પર હસ્તાક્ષર કરવાનું ટાળે. એવું ન થાય કે ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચે.

અમેરિકાનાં કાયદામાં તિબેટનાં શહેર લ્હાસામાં અમેરિકાનું દુતાવાસ ખોલવાની માંગ કરવામાં આવી છે, તે સાથે જ તે પણ કહેવામાં આવ્યું છે કે તિબેટીયનોને 14માં દલાઇ લામાનો ઉત્તરાધિકારી ચુંટવાનો અધિકાર છે, ત્યાં  જ દલાઇ લામા અલગતાવાદી, ખતરનાક બતાવતા ચીને  કહ્યું કે તિબેટનાં ધર્મગુરૂની ચુંટણીનીંમાં તેની મંજુરી લેવી જરૂરી છે, જો કે તિબેટ ચીનનાં આ દાવાને નથી માંનતું.  

શું કહે છે નવો કાયદો

નવા કાયદા હેઠળ તિબેટનાં મામલા પર અમેરિકાનાં ખાસ રાજદુતને તે અધિકાર આપવામાં આવ્યો છે કે આગામી દલાઇ લામાની પસંદગી માત્ર તિબેટનાં બૌધ્ધ સમુદાય દ્વારા જ કરવામાં આવે, આ નક્કી કરવા માટે તે આંતરરાષ્ટ્રિય સ્તર પર ગઠબંધન કરી શકે છે.

તેમાં તિબેટીયન સમુદાયનાં સમર્થનમાં બિન સરકારી સંગઠનોને મદદનો પ્રસ્તાવ છે.

અમેરિકામાં નવા ચાઇનીઝ વાણિજ્ય દુતાવાસો પર ત્યાં સુધી પ્રતિબંધ રહેશે જ્યાં સુધી તિબેટનાં લ્હાસામાં અમેરિકાનાં વાણિજ્ય દુતાવાસની સ્થાપના કરવામાં નથી આવતી. 

આ કાયદો અમેરિકાની સરકારને તે કોઇ પણ ચાઇનીઝ અધિકારી પર આર્થિક પ્રતિબંધ અને વિઝા પ્રતિબંધ લગાવવાનો અધિકાર આપે છે જે દલાઇલામાનાં ઉત્તરાધિકારીનાં વિષયમાં દસ્તક્ષેપ કરે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો