CBSE બોર્ડની પરીક્ષાની જાહેરાત: 4મી મેથી 10મી જુન સુધી યોજાશે, 15 જુલાઈ સુધીમાં પરિણામ

નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2020, ગુરુવાર

કોરોનાકાળ વચ્ચે લાખ્ખો વિદ્યાર્થીઓનો CBSE બોર્ડની પરીક્ષાની તારીખોનો ઈંતજાર પૂર્ણ થયો છે. શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ બોર્ડની પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી દીધી છે. જે મુજબ ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ 4 મેથી 10 જુન સુધી ચાલશે જ્યારે પરિણાણ 15 જુલાઈ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. જ્યારે પ્રેક્ટિકલ 1લી માર્ચથી શરૂ થઈ જશે.

કોરોનાના લીધે શાળા-કોલેજો લાંબા સમયથી બંધ હતા. ઓનલાઈન ક્લાસીસ દ્વારા બાળકોને ભણાવવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેન્દ્ર સરકાર ઓનલાઈન પરિક્ષા યોજી શકે છે. માર્ચ કે એપ્રીલમાં CBSE બોર્ડની પરીક્ષાઓનું આયોજન થઈ શકે છે. પરંતુ શિક્ષામંત્રીએ પોતાના ગઈકાલના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું હતું કે પરીક્ષા ઓફલાઈન જ યોજાશે.

ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલાં શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ 31મી ડિસેમ્બર 2020ના દિવસે એટલે કે વર્ષના અંતિમ દિવસે CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરશે. પોતાના કહ્યાં અનુસાર આજે તેમણે પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી દીધી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો