નવ કરોડ ખેડૂતોને કેન્દ્રની રૂ. 2000ની સખાવત


એપીએમસી બંધ થવાનો ભ્રમ ફેલાવનારા કેરળ જઈ આંદોલન કરે, જ્યાં એપીએમસી જ નથી, પહેલા ત્યાં ચાલુ કરાવો : મોદી

કેન્દ્રે 1,000 માર્કેટ યાર્ડ્સને ઓનલાઈન જોડયા, જ્યાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે : વડાપ્રધાન

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 25 ડિસેમ્બર, 2020, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીિધ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડી હતી. પીએમ મોદીએ એક બટન દબાવીને 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતા રૂ. બે હજાર લેખે કુલ રૂ. 18,000 કરોડથી વધુ ટ્રાન્સફર કર્યા હતા.

ત્યાર પછી વડાપ્રધાન મોદીએ અનેક રાજ્યોના ખેડૂતો સાથે ચર્ચા કરી. પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સરકારે ખેડૂતોના હિતો માટે મજબૂત કૃષિ કાયદા બનાવ્યા છે. પરંતુ કેટલાક રાજકીય પક્ષો જેમને દેશની જનતાએ લોકતાંત્રીક રીતે નકારી કાઢ્યા છે તેઓ આજે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

દિલ્હીમાં આંદોલન કરી  રહેલા ખેડૂતોને પીએમ મોદીએ કહ્યું કે, અમારો ઘોર વિરોધ કરી રહેલા લોકોને હું ફરી એક વખત નમ્રતાથી કહું છું કે અમારી સરકાર ખેડૂતોના હિતમાં તેમની સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ વાટાઘાટો માત્ર મુદ્દા પર થશે, તર્ક અને તથ્યો પર થશે. કાયદા પાછા નહીં ખેંચાય.  

વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી જણાવ્યું હતું કે, સરકાર તરફથી અનેક પ્રયાસો છતાં રાજકીય પક્ષો કોઈને કોઈ રાજકીય કારણથી સરકાર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થવા દેતા નથી. પાછલા દિવસોમાં આસામ, રાજસૃથાન, જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં પંચાયતી ચૂંટણીઓ થઈ. તેમાં મોટાભાગે ગ્રામીણ ક્ષેત્રના લોકોએ ખેડૂતોએ મોટાપાયે મતદાન કર્યું. તેમણે એક રીતે ખેડૂતોને ગેરમાર્ગે દોરતા બધા જ પક્ષોને નકારી કાઢ્યા છે. 

વિપક્ષે ખેડૂતો માટે કશું નથી કર્યું

વડાપ્રધાને વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું, અમે ગામડાઓમાં ખેડૂતોનું જીવન સરળ બનાવી રહ્યા છીએ. આજે મોટા-મોટા ભાષણો આપનારા સત્તામાં હતા ત્યારે તેમણે ખેડૂતો માટે કશું કર્યું નહીં. અમે એક હજારથી વધુ માર્કેટ યાર્ડને ઓનલાઈન સાથે જોડયા છે, જ્યાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર પહેલા જ થઈ ચૂક્યો છે. કેટલાક લોકો ખેડૂતોની જમીન અંગે ચિંતિત છે. જોકે, આપણે બધા ખેડૂતોની જમીનો પર કબજો જમાવનારા લોકો અંગે જાણીએ છીએ. આ બધાના નામ મીડિયામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે દેશના અનેક ભાગોમાં એગ્રીમેન્ટ ફાર્મિંગ થાય છે. શું તમે ક્યારેય સાંભળ્યું કે કંપનીઓ ખેડૂતોની જમીનો લઈને જતી રહી. ખેડૂતો માટે અમારી કટિબદ્ધતાના કારણે જ અમે મુક્ત મને ખેડૂતો સાથે બધા જ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. આજે દરેક ખેડૂત જાણે છે કે તેને પોતાની ઉપજનું સૌથી સારૂં મૂલ્ય ક્યાં મળશે? આ કૃષિ સુધારા સાથે ખેડૂતો ક્યાંય પણ પોતાનો પાક વેચી શકશે.

કૃષિ કાયદાના અમલ પછી પણ એમએસપી ચાલુ

વડાપ્રધાને કહ્યું કે 2014માં સરકાર બન્યા પછી અમે નવા અભિગમ સાથે કામ કરવાનું શરૂ કર્યું. અમને દેશના ખેડૂતોની નાની સમસ્યાઓ, કૃષિના આધુનિકીકરણ અને તેને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવા પર ધ્યાન આપ્યું. અમે લાંબા સમયથી અટકેલા સ્વામીનાથન સમિતિના રિપોર્ટ મુજબ ખેડૂતોને પાકની પડતર કિંમત કરતાં દોઢ ગણી વધુ કિંમતે એમએસપી આપ્યા. પહેલાં માત્ર કેટલાક પાક પર જ એમએસપી મળતા હતા, અમે તેની સંખ્યા વધારી છે. અમે વારંવાર કહીએ છીએ કે નવા કાયદાથી એમએસપી બંધ નહીં થાય. કૃષિ કાયદાઓના અમલ છતાં એમએસપી ચાલુ છે. 

ખેડૂતોમાં નવા કાયદાથી એપીએમસી બંધ થવાનો ડર ખોટો

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, ખેડૂતોના નામે પોતાના ઝંડા લઈને જે રમત રમાઈ રહી છે તે બધાએ સત્ય સાંભળવું પડશે. દિલ્હીમાં આંદોલન કરતાં ખેડૂત સંગઠનોને નવા કૃષિ કાયદાથી એપીએમસી - માર્કેટ યાર્ડ બંધ થઈ જવાનો ડર છે. પરંતુ હું એ બધાને પૂછું છું કે તેઓ કેરળ જઈને આંદોલન કરે, ત્યાં તો એપીએમસી - માર્કેટ યાર્ડ જ નથી. ત્યાં માર્કેટ યાર્ડ ચાલુ કરાવો. પંજાબના ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે તમારી પાસે સમય છે, કેરળમાં આ વ્યવસૃથા શરૂ કરવા માટે તમારી પાસે સમય નથી. 

અગાઉની સરકારની નીતિઓના કારણે નાના ખેડૂતો બરબાદ થયા

કેટલાક રાજકીય પક્ષો નવા કૃષિ કાયદાનો વિરોધ કરીને રાજકીય એજન્ડા આગળ વધારી રહ્યા છે. કેટલાક નેતા ખેડૂતોના વિરોધના નામે પોતાની રાજકીય વિચારધારાને આગળ વધારી રહ્યા છે. આ એ જ લોકો છે, જે વર્ષો સુધી સત્તામાં રહ્યા. તેમની નીતિઓના કારણે જ દેશની કૃષિ અને ખેડૂતોનો વિકાસ થઈ શક્યો નથી. 

અગાઉની સરકારોની નીતિઓના કારણે જ નાના ખેડૂતો સૌથી વધુ બરબાદ થયા છે. વડાપ્રધાનનો ખેડૂતોને ભંડોળ ફાળવવાનો આ કાર્યક્રમ એવા સમયે યોજાયો હતો જ્યારે દિલ્હીની સરહદો પર ખેડૂતો નવા કૃષિ કાયદાઓને રદ કરાવવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે. સરકારનો દાવો છેકે આ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે. તે વાટાઘાટોના માધ્યમથી વિવાદનો ઉકેલ લાવવા ઈચ્છે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે