Posts

Showing posts from December, 2020

ચીનમાં નવા કોરોના વાઇરસ સ્ટ્રેનનો પહેલો કેસ બહાર આવ્યો

Image
- 2020નો ઓરિજિનલ વાઇરસ પણ ચીનમાં પેદા થયો હતો - જો કે નવો સ્ટ્રેન બ્રિટનમાં પહેલીવાર જોવા મળ્યો બીજિંગ / નવી દિલ્હી તા. 1 જાન્યુઆરી 2021 શુક્રવાર ચીનમાં નવા કોરોના વાઇરસ સ્ટ્રેનનો પહેલો કેસ જોવા મળ્યો હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો.  2020ના આરંભે પહેલીવાર કોરોના વાઇરસ ફેલાયો ત્યારે ચીનના વુહાન પ્રાંતમાંથી બહાર આવ્યો હતો. ચીને જો કે પોતાને ત્યાં આવું કશું બન્યું હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ ખુદ ચીનના નિષ્ણાત ડૉક્ટરે ભાંડો ફોડી નાખ્યો હતો અને પાછળથી એ ડૉક્ટર શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા. જો કે કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સૌ પ્રથમ બ્રિટનમાં જોવા મળ્યો હતો. એના પગલે ત્યાં વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોમાં ખળભળાટ થઇ ગયો હતો. હજુ તો 22020ના જૂન વાઇરસ કાબુમાં આવ્યા નથી. ઠેર ઠેર રસીકરણ શરૂ થયું હતું ત્યારે નવા વાઇરસ સ્ટ્રેન આવી પડતાં સ્વાભાવિક રીતેજ આખી દુનિયામાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. આ સપ્તાહે બ્રિટનથી ભારત આવેલા વીસેક જણમાં પણ નવા કોરોના વાઇરસ સ્ટ્રેન જોવા મળ્યા હતા. જો કે કોરોનાની રસી બનાવનારી કંપનીઓએ એવો દાવો કર્યો હતો કે કોરોના માટે તૈયાર કરાયેલી રસી નાવા સ્ટ્રેન પર પણ અસર ...

લો બોલો, હવાઇ દળનો કર્મચારી પાકિસ્તાની જાસૂસ નીકળ્યો, લુધિયાણા પોલીસે ત્રણ જણની કરી ધરપકડ

Image
- ગુપ્ત જાણકારી પાકિસ્તાનને વેચતા હતા લુધિયાણા તા.1 જાન્યુઆરી 2021 શુક્રવાર લુધિયાણા પોલીસે ભારતીય હવાઇ દળના કર્મચારી સહિત કુલ ત્રણ જણની પાકિસ્તાન માે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આ ત્રણે જણ હવાઇ દળના હલવારા મથકની તસવીરો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇને પહોંચાડતા હોવાનો તેમના પર આક્ષેપ મૂકાયો હતો. ઇન્ડિયન પીનલ કૉડની ત્રણ જુદી જુદી કલમ હેઠળ તેમની સામે આરોપ મૂકવામાં આવ્યા હતા. આ ત્રણ કલમોમાં દેશદ્રોહ, સરકારી ગુપ્ત બાબતોને લગતા કાયદાનું ઉલ્લંઘન અને ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવ ધારાનો સમાવેશ થયો હતો.  આ ત્રણે ખાલિસ્તાની આતંકવાદ સાથે પણ જોડાયેલા હોવાનો આક્ષેપ છે. એ લોકો પંજાબમાં કાયદો અને વ્યવસ્થા ખોરવી નાખવા માગતા હતા. આ લોકોએ પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને હલવારા હવાઇ મથકના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. આ લોકો પાકિસ્તાનથી ગેરકાયદે રીતે હથિયારો પ્રાપ્ત કરવા માગતા હતા. હથિયારોની ગેરકાયદે હેરફેરની પણ તેમની યોજના હતી. આ ત્રણેની ઓળખ રામ સિંઘ ( હલવારા મથકમાં ડિઝલ મિકેનીક તરીકે કામ કરતો હતો), સુખકિરણ સિંઘ અને શાબિર અલી તરીકે કરવામાં આવી હતી. અત્રે એ નોંધનીય છે કે રામ સિંઘ હ...

Happy New Year

Image
www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3hxz6gk

ચીને હિન્દ મહાસાગરમાં અન્ડર વોટર ડ્રોનનો કાફલો તૈનાત કર્યો

Image
બેઈજિંગ, તા.૩૧ હિમાલયમાં લદ્દાખ સરહદે ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીને હવે સમુદ્રમાં પણ પગપેસરો કરીને ભારતને ઘેરવાનું કાવતરું ઘડયું છે. ચીને હિન્દ મહાસાગરમાં અન્ડર વોટર ડ્રોનનો કાફલો તૈનાત કર્યો છે. આ ડ્રોન્સ મહિનાઓ સુધી કામ કરી શકે છે અને નૌકાદળને ગુપ્ત માહિતી પહોંચાડવા સક્ષમ છે. આ અન્ડર વોટર ડ્રોન્સનું નામ સી વિંગ ગ્લાઈડર છે. ફોર્બ્સ મેગેઝીન માટે લખતા સુટોને આ દાવો કર્યો હતો. અમેરિકાના પ્રતિષ્ઠિત આર્થિક મેગેઝીન ફોર્બ્સ માટે લખતાં સટને કહ્યું કે, આ સમુદ્રી ગ્લાઈડર્સ એક પ્રકારના માનવરહિત અન્ડર વોટર વ્હિકલ (યુયુવી) છે, જેને ડિસેમ્બર ૨૦૧૯ની મધ્યમાં લોન્ચ કરાયા હતા અને તેણે ફેબુ્રઆરીમાં ૩,૪૦૦થી વધુ ઓબ્ઝર્વેશન્સ કર્યા હતા. સરકારી સૂત્રોને ટાંકીને સટને જણાવ્યું કે, આ ગ્લાઈડર્સ અમેરિકન નૌકાદળે તૈનાત કર્યા હતા તેના જેવા જ છે. અમેરિકન ગ્લાઈડર્સને ચીને ૨૦૧૬માં જપ્ત કરી લેવાયા હતા. સટને લખ્યું કે, એ ઘણું આશ્ચર્યજનક છે કે ચીન હવે હિન્દ મહાસાગરમાં આ પ્રકારના યુયુવી એન માસ્ક તૈનાત કરી રહ્યું છે.  ચીને આર્કટિકમાં એક આઈસ બ્રેકરમાં પણ સી વિંગ તૈનાત કરી છે. સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગયા વર્ષે ...

દર્દભર્યા 2020નો અંત, નવી આશાઓ સાથે 21મી સદીને 21મું બેઠું

Corona Cases: રાજ્યમાં આજે 780 નવા કેસ, 04 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4306

Image
ગાંધીનગર, 31 ડિસેમ્બર 2020 ગુરૂવાર  રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ રાત્રી કર્ફ્યૂનાં કારણે ધીમે-ધીમે ઘટી રહ્યું હોય તેવું સરકારી આંકડા જોતા જણાય છે, રાજ્યમાં આજે નવા 780 કોરોના દર્દી નોંધાયા જ્યારે 916 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,30,893 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.  કોરોનાનાં કારણે રાજ્યમાં આજે 04 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 03 અને સુરત કોર્પોરેશનનાં 01 દર્દીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 4306 લોકોનાં મોત નિપજ્યા છે.  રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના સંક્રમિતોની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કૉર્પોરેશનમાં આજે 154, સુરત કૉરર્પોરેશનમાં 119, વડોદરા કૉર્પોરેશનમાં 106, રાજકોટ કૉર્પોરેશનમાં 64, વડોદરામાં 29, કચ્છ 28, સુરત 26, દાહોદ 24, રાજકોટ 22, ભરૂચ 20, ખેડા 14, ગાંધીનગર 13, ગાંધીનગર કૉર્પોરેશન 13, પંચમહાલ 13, મહેસાણા 12, મોરબી 11, જુનાગઢ 11, જુનાગઢ કૉર્પોરેશન 9 અને સાબરકાંઠામાં 9 કેસો નોંધાયા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં હાલ કુલ 5,05,314 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ...

CBSE બોર્ડની પરીક્ષાની જાહેરાત: 4મી મેથી 10મી જુન સુધી યોજાશે, 15 જુલાઈ સુધીમાં પરિણામ

Image
નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2020, ગુરુવાર કોરોનાકાળ વચ્ચે લાખ્ખો વિદ્યાર્થીઓનો CBSE બોર્ડની પરીક્ષાની તારીખોનો ઈંતજાર પૂર્ણ થયો છે. શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક'એ બોર્ડની પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી દીધી છે. જે મુજબ ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ 4 મેથી 10 જુન સુધી ચાલશે જ્યારે પરિણાણ 15 જુલાઈ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. જ્યારે પ્રેક્ટિકલ 1લી માર્ચથી શરૂ થઈ જશે. કોરોનાના લીધે શાળા-કોલેજો લાંબા સમયથી બંધ હતા. ઓનલાઈન ક્લાસીસ દ્વારા બાળકોને ભણાવવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેન્દ્ર સરકાર ઓનલાઈન પરિક્ષા યોજી શકે છે. માર્ચ કે એપ્રીલમાં CBSE બોર્ડની પરીક્ષાઓનું આયોજન થઈ શકે છે. પરંતુ શિક્ષામંત્રીએ પોતાના ગઈકાલના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું હતું કે પરીક્ષા ઓફલાઈન જ યોજાશે. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલાં શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ 31મી ડિસેમ્બર 2020ના દિવસે એટલે કે વર્ષના અંતિમ દિવસે CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરશે. પોતાના કહ્યાં અનુસાર આજે તેમણે પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી દીધી છે. Announcing the d...

અભિષેક બેનર્જીના નજીકના વિનય મિશ્રાના ઘરે CBIના દરોડા: કૈલાશ વિજય વર્ગીયની ટ્વીટ, મમતા સરકારમાં મચ્યો હોબાળો

Image
કલકત્તા, તા. 31 ડિસેમ્બર 2020, ગુરૂવાર પશ્ચિમ બંગાળમા આવનારી વિધાનસભા ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયુ છે. ગુરૂવારે CBIએ કલકત્તામા તૃણમુલ યૂથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી વિનય મિશ્રાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા પશુધન દાણચોરીના કૌભાંડને પગલે પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ, સીબીઆઇ દ્વારા સતત વિનય મિશ્રાને નોટિસ આપવામા આવી હતી, પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો નહોતો. વિનય મિશ્રા તૃણમુલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીના નજીકના માનવામા આવે છે. અભિષેક બેનર્જી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા છે. ગુરૂવારે સીબીઆઇની ટીમ કલકત્તામા વિનય મિશ્રાના ઠેકાણાએ પહોંચી હતી. બે સ્થળ પર પશુધન દાણચોરીના કૌભાંડ અને એક સ્થળે કોલસા ચોરી મામલે દરોડા પાડ્યા છે. કલકત્તામા વિનય મિશ્રાની અન્ય જગ્યાઓ પર પણ દરોડા પડે તેવી શક્યતા છે.   આ સિવાય આસન સોલના પ્રખ્યાત કોલસા તસ્કરી કાંડમા હુગલી જિલ્લાનુ પણ નામ જોડાઈ ગયુ છે. સીબીઆઇની ટીમે ગુરૂવારે જિલ્લાના કોનનગરમા અમિત સિંહ અને નીરજ સિંહ બંન્ને ભાઇઓના ઘરે દરોડા પાડ્યા છે. જો કે, સીબીઆઇની ટીમના દરોડા દરમ્યાન સિંહ બંધુ પોતાના ઘરે હાજર ન હતા. સીબીઆઇએ અહી...

સમગ્ર દેશમાં એક સાથે કોરોના વેક્સિનનો ડ્રાય રન, 2 જાન્યુઆરીથી શરૂ થશે સૌથી મોટુ અભિયાન

Image
નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2020 ગુરૂવાર નવા વર્ષના દસ્તકની સાથે જ દેશમાં હવે કોરોના વેક્સિનને લઈને મોટી તૈયારી શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં કોરોના વેક્સિનની ડ્રાય રન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે બેઠકમાં આ નિર્ણય લીધો. અત્યાર સુધી દેશના 4 રાજ્યોમાં જ આવો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. જેમાં પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં કરવામાં આવ્યુ હતુ. ચાર રાજ્યમાં ડ્રાય રનને લઈને સારૂ રિઝલ્ટ સામે આવ્યુ હતુ. જે બાદ હવે સરકારે સમગ્ર દેશમાં આ ડ્રાય રનને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ડ્રાય રનમાં શુ હોય છે? સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો અનુસાર, ડ્રાય રનમાં રાજ્યોએ પોતાના બે શહેરોને ચિહ્નિત કરવા પડશે. આ બંને શહેરોમાં વેક્સિનને શહેરમાં પહોંચાડવી, હોસ્પિટલ સુધી જવા, લોકોને બોલાવવા, ફરી ડોઝ આપવાની સમગ્ર પ્રક્રિયાનુ પાલન આ રીતે કરવામાં આવશે, જેમ કે વેક્સિનેશન થઈ રહ્યુ હોય. સાથે જ સરકારે કોરોના વેક્સિનને લઈને જે કોવિન મોબાઈલ એપને બનાવી છે, તેની પણ ટ્રાયલ કરવામાં આવશે. ડ્રાય રન દરમિયાન જે લોકોને વેક્સિન આપવાની હોય છે. તેમને SMS મોકલવામાં...

IRMA Recruitment for Data Collector and Operator Post 2020

Image
Institute of Rural Management Anand has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/38MVNJA

Download Gujarat Rozgaar Samachar (30-12-2020)

Image
Download Gujarat Rozgaar Samachar  Gujarat Information Government of Gujarat Download Gujarat Rozgaar Samachar  (30-12-2020) :  Click Here   Other Rozgaar Quiz:  Click Here Gujarat Pakshik   Click Here http://www.marugujarat.in/rozgaar-samachar The post has First appeared on Maru Gujarat Official Website Important : Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification. www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2LcjeDG

GPSC Important Notice regarding Rescheduling of Postponed Examinations 2020

Image
Gujarat Public Service Commission (GPSC) has published an Important Notice regarding Rescheduling of Postponed Examinations 2020, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2KSu3ep

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળ્યા, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરી

Image
- રાષ્ટ્રપતિ ભવને ટ્વીટર દ્વારા જાહેર કર્યું નવી દિલ્હી તા. 31 ડિસેંબર 2020 ગુરૂવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લીધી હતી. હાલ દેશ અને દુનિયામાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ વિશે તેમણે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી હતી. રાષ્ટ્રપતિ ભવને ટ્વીટર પર આ મુલાકાત વિશે જાહેર કર્યું હતું. હાલ દેશ સમક્ષ એક કરતાં વધુ પડકારો ખડા છે. એક તરફ ચીન સાથે તનાવની પરિસ્થિતિ  છે, તો બીજી બાજુ પાકિસ્તાન સરહદે છમકલાં કરી રહ્યું છે. આર્થિક પરિસ્થિતિ ચિંતાજનક છે અને કોરોના હજુય દેશમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. સૌથી મોટી ચિંતા તો કહેવાતા ખેડૂત આંદોલનની છે. છેલ્લા લગભગ સવા મહિનાથી ખેડૂતો દિલ્હીના સીમાડે અડ્ડો જમાવીને બેઠાં છે. સરકારે મોકલેલી તમામ દરખાસ્તો તેમણે નકારી હતી. તેમણે એવી જિદ પકડી હતી કે તાજેતરમાં સરકારે રચેલા ત્રણ નવા કૃષિ કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી ખેડૂતો નવી દિલ્હી છોડીને પાછા જવા તૈયાર નથી. એક માસમાં ત્રીસથી વધુ ખેડૂતોએ જાન ગુમાવ્યા હતા. સાથોસાથ કુદરત પણ વિફરી હોય એમ અત્યારે દિલ્હીમાં કાતિલ કહેવાય એવી ભયાનક ઠંડી પડી રહી હતી. નેપાળમાં ઓલી સરકારે...

MGVCL Final Answer Key for Vidyut Sahayak (Junior Assistant) Post 2020

Image
Madhya Gujarat Vij Company Limited (MGVCL) has published the Final Answer Key for the Vidyut Sahayak (Junior Assistant) 2020, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3n3Esks

GSECL Recruitment for Lab Tester, Nurse & Radio Cum Pathology Technician & Instrument Mechanic Posts 2020

Image
Gujarat State Electricity Corporation Limited (GSECL) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/37ZfKgQ

આકાશ મિસાઇલની નિકાસને કેન્દ્રની મંજૂરી, અત્યારે 42 દેશોને શસ્ત્રો વેચે છે ભારત

Image
- વૈશ્વિક કક્ષાનાં શસ્ત્રો ઘરઆંગણે બને છે નવી દિલ્હી તા.31 ડિસેંબર 2020 ગુરૂવાર દેશની ઘણી કંપનીઓ વૈશ્વિક કક્ષાનાં શસ્ત્રાસ્ત્રો બનાવે છે. હવે આત્મનિર્ભર ભારત વિચાર અન્વયે આકાશ મિસાઇલની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. 2020 નું વર્ષ વિદાય લઇ રહ્યું છે ત્યારે આ એક મહત્ત્વનો નિર્ણય કેન્દ્રે લીધો હતો, આકાશ મિસાઇલ ભારતની આગવી ઓળખ છે. એના 996 ટકા પૂર્જા સંપૂર્ણપણે સ્વદેશી છે. આ મિસાઇલ હવામાંથી હવામાં એટલે કે આકાશમાંથી આકાશમાં શત્રુને ઠાર કરી શકે છે. આ મિસાઇલ 2014માં ભારતીય હવાઇ દળે બનાવ્યુ હતું અને પછીના વરસે 2015માં ભારતીય લશ્કરમાં સામેલ કરાયું હતું. બુધવારે મળેલી કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં આ મિસાઇલની નિકાસના નિર્ણયને બહાલી આપવામાં આવી હતી, હકીકતમાં શસ્ત્રાસ્ત્રોના આંતરરાષ્ટ્રી પ્રદર્શનમાં ભારતે આ મિસાઇલ રજૂ કરેલી. ત્યારે ઘણા દેશોએ આ મિસાઇલ ખરીદવામાં રસ દેખાડ્યો હતો આકાશ ઉપરાંત કાંઠા વિસ્તારમાં સતત બાજનજર રાખતી આપણી સુવિધા, રડાર સિસ્ટમ અને એર પ્લેટફોર્મ ખરીદવામાં પણ કેટલાક દેશોએ રસ દેખાડ્યો હતો. કેન્દ્ર સરકારે આકાશ મિસાઇલની નિકાસને મંજૂરી આપતાં ભારતની શસ્ત્ર નિર્માણ કંપનીઓને...

પગારદારોને 10મી જાન્યુઆરી સુધી રિટર્ન ફાઈલ કરવાની છૂટ

Image
- આકારણી વર્ષ 2019-20ના અંત સુધીમાં 5.65 કરોડ કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું હતું (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.30 ડિસેમ્બર 2020, બુધવાર વ્યક્તિગત પગારદાર અને કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા માટેની મુદત ૩૧મી ડિસેમ્બરથી લંબાવીને ૧૦મી જાન્યુઆરી ૨૧ કરી આપવાની જાહેરાત ભારત સરકારના નાણાં મંત્રાલયે આજે કરી છે. બિઝનેસ માટેના ટેક્સ રિટર્ન ફાીલ કરવાની તારીખ લંબાવીને ૧૫મી ફેબ્રુઆરી કરી આપવામાં આવી છે. તેમને માટે છેલ્લી તારીખ ૩૧મી જાન્યુઆરી હતી. જોકે એક કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા અને ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાને પાત્ર કેટેગરીમાં આવતા બિઝનેસ માટે ટેક્સ ઑડિટ રિપોર્ટ અપલોડ કરવાની તારીખ ૧૫મી જાન્યુઆરી કરી આપવામાં આવી છે. જોકે તેમને રિટર્ન ફાઈલ કરવા માટે ૧૫મી ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની તારીખ સરકારે લંબાવી દીધી હોવાથી એક પણ કરદાતાઓ લૅટ ફી ભરવી પડશે જ નહિ.  ભારત સરકારે આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની આ વરસે ત્રીજીવાર તારીખ લંબાવી છે. કોરોનાની મહામારીને પરિણામે આપદાઓનો સામનો કરી રહેલા કરદાતાઓને રાહત મળે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.  ઑડિટને પાત્ર ન હોય...

મહિનામાં 33 હજાર લોકો બ્રિટનથી આવ્યા, ભારતમાં નવા કોરોનાના દર્દી વધીને 22

Image
- સારવારમાં બેદરકારીથી કોરોનાના સ્વરૂપમાં બદલાવ આવી શકે : આઇસીએમઆર પ્રમુખ - હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજની સ્થિતિમાં સુધારો થતા હોસ્પિટલથી ઘરે લવાયા, ઓક્સિજન સપોર્ટ પર રહેશે નવી દિલ્હી, તા.30 ડિસેમ્બર 2020, બુધવાર ભારતમાં પણ કોરોના વાઇરસના નવા સ્વરુપનો પ્રવેશ થઇ ચુક્યો છે. અગાઉ બ્રિટનથી આવેલા પૈકી આઠનો કોરોનાના નવા સ્વરુપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આ જ પ્રકારના વાઇરસનો વધુ ૧૪નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આ નવા સ્વરુપના કોરોનાના દર્દીઓની ભારતમાં કુલ સંખ્યા હવે ૨૨ પર પહોંચી ગઇ છે. અને આગામી દિવસોમાં તેનો વધારો થઇ શકે છે. જે સાથે જ આઇસીએમઆરના પ્રમુખે ચેતવણી આપી છે કે જો કોરોનાની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી તો વાઇરસનું સ્વરુપ હજુ પણ બદલાઇ શકે છે. મંગળવારે જ બ્રિટનથી આવેલા કોરોના વાઇરસના નવા સ્વરુપના આઠ પોઝિટિવ દર્દી ભારતમાં મળી આવ્યા હતા. આ નવા પ્રકારનો વાઇરસ બ્રિટન, ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વિડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનન, સિંગાપોરમાં પહોંચી ગયો છે અને હવે તેમાં ભારતનો પણ સમાવેશ થઇ ગયો છે. ભારતમાં આ નવા સ્...

ખેડૂતો સાથેની બેઠક પૂર્ણ : ચારમાંથી બે મુદ્દા ઉપર બની સહમતિ, આગામી બેઠક 4 જાન્યુઆરીએ

Image
- કૃષિ કાયદા પરત લેવા અને એમએસપી ઉપર ખેડૂતો સાથે સહમતિ ના સધાઇ - સરકારે ખેડૂતોને મહિલાઓ, બાળકો અને વૃદ્ધ લોકોને પકત મોકલવાની અપીલ કરી નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર 2020, બુધવાર નવા કૃષિ કાયદાનો એક મહિના કરતા પણ વધારે સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતો પાછળ હટવાનું નામ નથી લઇ રહ્યા. પંજાબ હરિયાણાના ખેડૂતો રાજધાની દિલ્હીની સરહદો ઉપર અડિંગો જમાવીને બેઠા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે છ વખત સામાધાન માટે બેઠક યોજાઇ ચુકી છે. આ તમામ બેઠકો નિર્થક રહ્યા બાદ આજે સાતમી વખત ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. દેશ આખાની નજર આ બેઠક ઉપર જ હતી. ત્યારે પાંચ કલાક કરતા પણ વધારે સમય ચાલેલી આ બેઠક પૂર્ણ થઇ છે. આ બેઠકમાં પણ સંપૂર્ણ સામાધાન તો નથી થયું પરંતુ આંશિક સામાધાન થયું છે તેમ કહી શકાય. બેઠક પૂર્ણ થયા બાદ સરકાર ને ખેડૂતોએ જણાવ્યું કે ચારમાંથી બે મુદ્દાઓ ઉપર સહમતિ સધાઇ છે, જ્યારે બે મુદ્દાનો ઉકેલ આવ્યો નથી. માટે હવે આગામી બેઠક માટે 4 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સરકાર અને 40 ખેડૂત સંગઠનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોએ રજુ કરેલા ચાર મુદ્દામાંથી બે મુદ્દાનો સરકારે...

રાત્રી કરફ્યૂ 9ના બદલે રાત્રે 10 થી સવારે 06 વાગ્યા સુધી, ઉતરાયણને લઈને પોલીસનું જાહેરનામું

Image
અમદાવાદ, તા. 30 ડિસેમ્બર 2020, બુધવાર રાજ્યના ચારેય મહાનગરોમાં 1લી જાન્યુઆરી 2021થી રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ નિર્ણય ઉતરાયણ સુધી અમલી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે નિર્ણય લીધો છે. જેનો 14  જાન્યુઆરી સુધી અમલ રહેશે. 14 જાન્યુઆરી બાદ નવી વ્યવસ્થાની જાહેરાત કરાશે. હાલ ચાર મહાનગરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યુ છે. આ સિવાય રાજ્યના લોકોનો સૌથી મનપસંદ તહેવાર ઉતરાયણને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. તેમજ શહેરના માર્ગો પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર, લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. એ સિવાય વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે.

કે પી શર્મા ઓલીના દાવપેચથી ચીને પેંતરો બદલ્યો, ભારત સમર્થક નેતાઓને ફોસલાવવાનું શરૂ કર્યું

Image
- ચીનના સામ્યવાદી પક્ષના નેતા કાઠમંડુ પહોંચ્યા કાઠમંડુ તા.30 ડિસેંબર 2020 બુધવાર  નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીના નવા દાવપેચથી મૂંઝાયેલા ચીનને એમ લાગ્યું કે હવે નેપાળ હાથમાંથી સરકી રહ્યું છે એટલે નેપાળમાંના ભારતના સમર્થક ગણાતા નેતાઓને સાધવાનું શરૂ કર્યું હતું. ચીનના સામ્યવાદી પક્ષના નાયબ મંત્રી અને ચીનના ચાણક્ય કહેવાતા નેતા ગુઓ યેઝ્ઝુ અને નેપાળ ખાતેના ચીની રાજદૂતે પેંતરો બદલ્યો હતો. ગુઓ યેઝ્ઝુ કાઠમંડુ પહોંચ્યા હતા અને ચીની રાજદૂત હાઓ યાંકી નેપાળના મુખ્ય વિપક્ષી નેતા નેપાળ કોંગ્રેસના પ્રમુખ શેરબહાદૂર દેઉબાને મલ્યા હતા. આ ત્રણે નેતાએ વડા પ્રધાન ઓલીએ સંસદભંગ કર્યા પછી સર્જાયેલી રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરી હતી. નેપાળના વિદેશ પ્રધાન નારાયણ ખડકાને ટાંકીને નેપાળી અખબાર કાઠમંડુ પોસ્ટે એવો અહેવાલ પ્રગટ કર્યો હતો ક ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય બાબતોના ઉપમંત્રી ગુઓના અધ્યક્ષપદે ચાર સભ્યોના પ્રતિનિધિ મંડળે નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન દેઉબા સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં નેપાળ અને ચીનના સંબંધો વિશે પણ વિગતવાર વાતચીત થઇ હતી. આ નેપાળી દૈનિકના અહેવાલ મુજબ ગુઓએ આવતા વરસે ચીનન...

શિવસેના અને NCP સાથે મળીને કોંગ્રેસને ખતમ કરી રહી છે, કોંગ્રેસના નેતાએ લખ્યો સોનિયા ગાંધીને પત્ર

Image
- મુંબઇ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે ચિંતા વ્યક્ત કરી મુંબઇ, તા. 30 ડિસેંબર 2020 બુધવાર મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર કોંગ્રેસ પક્ષની અવગણના કરે છે અને એને નબળો પાડવાનું ષડ્યંત્ર ઘડી રહી છે એવો પત્ર મુંબઇ કોંગ્રેસના એક નેતાએ પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને લખ્યો હતો. મુંબઇ કોંગ્રેસના મહાસચિવ વિશ્વબંધુ રાયે સોનિયાને લખેલા પત્રમાં ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનપદ અંગે મતભેદો થતાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસ સાથે સમજૂતી કરીને સરકાર રચી હતી.  રાયે પોતાના પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે ઠાકરે સરકાર કોંગ્રેસની અવગણના કરી રહી હતી. રાયે લખ્યું હતું કે શિવસેના અને એનસીપી હવે કોંગ્રેસને ગાંઠતા નથી. એમાં પણ એનસીપી ઊધઇને પેઠે કોંગ્રેસને કોતરી રહી હતી. જાણે કોંગ્રેસનું અસ્તિત્ત્વ જ નથી એ રીતે એનસીપી વર્તી રહી હતી. આ સંદર્ભમાં તાજેતરમાં શિવસેનાએ એના મુખપત્ર સામનામાં કરેલું સૂચન મહત્ત્વનું છે. એમાં એવું સૂચન કરાયું હતું કે કોંગ્રેસને ફરી ચેતનવંતો પક્ષ બનાવવો હોય તો શરદ પવારને કોંગ્રેસના પ્રમુખ બનાવવા જોઇએ. એ ભારતીય રા...

UPSC Advt No 17/2020 for Various Vacancies

Image
Union Public Service Commission (UPSC) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking  Maru Gujarat  regularly to get the latest updates. UPSC Advt No 17/2020 for Various Vacancies Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3rBw9jn

Navsari Agricultural University (NAU) Recruitment for Senior Research Fellow (SRF) Post 2020

Image
Navsari Agricultural University (NAU) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/38RwGp4

IIT Gandhinagar Recruitment for Research Associate Posts 2020

Image
IIT Gandhinagar has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3nZizEn

UT Administration of Daman & Diu Recruitment for Various Posts 2020

Image
UT Administration of Daman & Diu has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3aWbhxo

દિલ્હીમાં આવેલું હાઉસ ઑફ વેક્સ હંમેશા માટે બંધ થાય છે, બ્રિટિશ કંપનીએ કર્યો નિર્ણય

Image
- મેડમ ટુસો્ડ્સ ગ્રુપનું છે આ હાઉસ ઑફ વેક્સ નવી દિલ્હી તા.30 ડિસેંબર 2020 બુધવાર ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક આંતરરાષ્ટ્રીય  સેલેબ્રિટિઝની મીણની પ્રતિમા ધરાવતું દિલ્હી ખાતેનું હાઉસ ઑફ વેક્સ સદાને માટે બંધ થઇ રહ્યું હોવાનો અહેવાલ પ્રગટ થયો હતો. લંડનના જગવિખ્યાત મેડમ ટુસોડ્સ હાઉસ ઑફ વેક્સની પ્રતિકૃતિ સમાન આ હાઉસ ઑફ વેક્સનું સંચાલન લંડનની જ એક મર્લિન એન્ટરટેઇનમેન્ટ  કંપની કરે છે. એક માતબર અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલું હાઉસ ઑફ વેક્સ હંમેશ માટે બંધ કરવાનો નિર્ણય આ કંપનીએ લીધો હતો. જો કે મર્લિન એન્ટરટેઇનમેન્ટ તરફથી હજુ સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી. મર્લિન એન્ટરટેઇનમેન્ટની ભારતની શાખાના જનરલ મેનેજર અંશુલ જૈને આ માહિતીને સમર્થન આપ્યું હતું પરંતુ સાથોસાથ કહ્યું હતું કે આ બાબતની સત્તાવાર જાહેરાત લંડન ખાતે આવેલું કંપનીનું વડું મથક કરી શકે. હું ન કરી શકું. હું માત્ર આ સમાચારને સમર્થન આપી શકું. જૈને વધુમાં કહ્યું કે કોરોના મહામારીના પગલે આ વર્ષના માર્ચમાં હાઉસ ઑફ વેક્સ કામચલાઉ ધોરણે ...

જદયુના 17 નેતા રાજ્ય સરકારને ગબડાવવા તૈયાર છે, રાજદના નેતા શ્યામ રજકે કર્યો ધડાકો

Image
- બિહારના રાજકારણમાં વિસ્ફોટ કરવા રાજદ તૈયાર  પટણા તા.30 ડિસેંબર 2020 બુધવાર બિહારના રાજદ પક્ષના નેતા શ્યામ રજકે એવો દાવો કર્યો હતો કે ભાજપની દગાબાજીથી નારાજ એવા જદયુના 17 ધારાસભ્યો અમારી સાથે જોડાઇને રાજદની સરકાર રચવા તૈયાર હતા. તેમણે કહ્યું કે આ ધારાસભ્યો ભાજપની સરકારને ગબડાવીને રાજદમાં જોડાવા તૈયાર બેઠા હતા. મિડિયાએ એવો સવાલ કર્યો હતો કે સત્તર સભ્યો પક્ષાંતર કરે તો પોતાનું ધારાસભ્યપદ ગુમાવી દેશે. એના જવાબમાં શ્યામ રજકે કહ્યું આ સત્તર ઉપરાંત બીજા સાત આઠ ધારાસભ્યો રાજદમાં જોડાય તો પક્ષાંતર ધારાની અસર તેમને નહીં થાય. આશરે પચીસ છવ્વીસ ધારાસભ્યો રાજદમાં જોડાય તો તેમને કાયદાની દ્રષ્ટિએ કશો વાંધો નહી આવે. આ આખી ઘટનાની પાછળ ભાજપે અરુણચાલ પ્રદેશમાં ભરેલું અવિચારી અને ઉતાવળું પગલું છે. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે નીતિશ કુમાર અને જદયુને આંચકો આપ્યો તેમ છતાં નીતિશ કુમાર ભાજપના અનુરોધથી બિહારના મુખ્ય પ્રધાન બન્યા હતા. વાસ્તવમાં નીતિશ કુમાર એ સમયેજ નારાજ હતા. ભાજપે જદયુને ઓછી બેઠક મળે એવા હેતુથી ચિરાગ પાસવાનને જંગમાં ઊતાર્યો હતો. ચિરાગનો પક્ષ સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયો પરંતુ જદ...

દુકાળમાં અધિક માસ : ભારતમાં નવા કોરોનાના 8 કેસ

Image
નવા વાઈરસથી સંક્રમિત આઠમાંથી ત્રણને કર્ણાટકમાં, ત્રણને આંધ્રમાં અને એકને તમિલનાડુમાં આઈસોલેટ કરાયા ઉત્તર પ્રદેશની બે વર્ષની બાળકી પણ સામેલ એક મહિનામાં બ્રિટનથી આવેલામાંથી 114 કોરોના પોઝિટિવ, 10 સરકારી લેબમાં બધાની જિનોમ સિક્વન્સિંગ પ્રક્રિયા શરૂ દેશમાં કોરોનાના વધુ 20,349 કેસ, મૃત્યુઆંક 1.48 લાખ, 98.33 લાખ સાજા થયા બ્રિટનની ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ લંબાવાની શક્યતા : પુરી (પીટીઆઈ) નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર, 2020, મંગળવાર ભારતમાં આખરે કોરોના વાઈરસના નવા પ્રકારની એન્ટ્રી થઈ ગઈ છે. બ્રિટનથી આવેલા આઠ  લોકો કોરોના વાઈરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કર્યું હતું. મંત્રાલયે જણાવ્યું કે, આ બધા લોકોને સંબંિધત રાજ્યોના હેલૃથ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઈસોલેશન રૂમમાં રખાયા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર સામે આવવા છતાં લોકોએ ગભરાવાની જરૂર નથી. સરકાર બ્રિટનથી આવેલા લોકો પર ચાંપતી નજર રાખી રહી છે. વધુમાં કોરોનાની રસી નવા વાઈરસ પર પણ અસર...

ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી, આબુમાં તાપમાન માઈનસ ૭.૮ ડિગ્રી

Image
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૯ હિમાલયમાં નવેસરથી હિમવર્ષા અને પશ્ચિમી હિમાલયમાંથી ઉત્તરી અને ઉત્તર-પશ્ચિમી ઠંડો અને સૂકો પવન ફૂંકાતા ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ વધુ આકરી બની હતી. શીતલહેરને કારણે રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૫.૪ અને ગુરુશિખર પર માઈનસ ૭.૮ ડિગ્રી નોંધાયું હતું. બીજીબાજુ દિલ્હીમાં પણ તાપમાન ૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટા છવાયા પર્વતીય વિસ્તારોમાં નવેસરથી હમવર્ષા થઈ હતી. રાજસ્થાનમાં પણ અનેક સ્થળો પર તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડી વધતાં તાપમાન માઈનસ ૪.૫ ડિગ્રી પહોંચ્યું હતું જ્યારે આબુની ચોટી ગણાતા ગુરુશીખર પર તાપમાન માઈનસ ૭.૮ ડિગ્રી નોંધાયું હતું. આ સિઝનની સૌથી ઠંડી રાત રહી હતી. માઉન્ટ આબુમાં ગાત્રો થીજવતી ઠંડીના કારણએ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. વધુમાં તાપમાન ખૂબ જ નીચું જતાં આબુની ધરતી પર બરફના થર જામ્યા હતા. તળાવમાં પણ પાણ...

રામ મંદિર ટ્રસ્ટે જાહેર કર્યો મંદિર પરિસરનો નકશો, જાણો કેટલું ભવ્ય હશે રામમંદિર

Image
અયોધ્યા,29 ડિસેમ્બર 2020 મંગળવાર શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામજન્મભૂમિની 70 એકર જમીનનો નકશો જાહેર કર્યો છે, ટ્ર્સ્ટનાં મહાસચિવ ચંપત રાયે પોતાનાં ફેશબુક પેજ પર 36 પાનાનો આ નકશો જાહેર કરીને મુખ્ય મંદિર સહિત મંદિર પરિસરમાં થનારા અન્ય બાંધકામનાં નિર્માણની પણ વિસ્તૃત માહિતી આપી દીધી છે, રામમંદિર નિર્માણમાં લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવું અનુમાન છે. ચંપત રાયે રામમંદિર નિર્માણને એક મહાઅનુષ્ઠાન ઘોષિત કર્યું છે, જેનાં પ્રથમ પ્રારૂપને નિર્માણ અને વિકાસમાં જેના હેઠળ મુખ્ય મંદિર, મંદિર પરિસર, તીર્થક્ષેત્ર પરિસરનાં વિકાસનો સમાવેશ થાય છે, જ્યારે બીજામાં ધરોહર સંવર્ધન હેઠળ અયોધ્યા તીર્થક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રધ્ધા કેન્દ્રોનો વિકાસ છે. એમ બે પ્રકારે વિભાજીત કરવામાં આવ્યા છે.  36 પાનાનાં પ્રારૂરમાં શ્રીરામનાં વિવિધ સ્વરૂપોનું પણ વર્ણન કરતા ભુમિ પુજનનો ઉલ્લેખ છે, પીએમ મોદી, સંઘનાં વડા મોહન ભાગવત, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તથા શ્રીરામજન્મભૂમિ તિર્થક્ષેત્ર ટ્રસ્ટનાં અધ્યક્ષ દ્વારા ભૂમિ પુજન દરમિયાન કરાયેલા ભાષણનો પણ ઉલ્લેખ છે, ચંપત રાયે પોતાની પોસ્ટ દ્વારા માહિતી આપી કે રામમં...

SSC Recruitment for Combined Graduate Level (CGL) Examination 2020

Image
Staff Selection Commission (SSC) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3aSFld9

GERMI Recruitment for Project Officer (Advisory RE4 Research Wing) Post 2020

Image
Gujarat Energy Research and Management Institute (GERMI) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2L16dNw

Corona Cases: રાજ્યમાં આજે નવા 804 કેસ, 7 દર્દીઓનાં મોત કુલ મૃત્યુઆંક 4295

Image
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 મંગળવાર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું હોય તેવું સરકારી આંકડાઓ જોતા જણાઇ રહ્યું છે,જો કે સ્થિતી હજું પણ ગંભીર તો છે જ આજે રાજ્યમાં નવા 804 કોરોના દર્દી નોંધાયા છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,43,459 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકોનું મોત થતા કુલ મૃત્યુંઆંક 4295 પર પહોંચ્યો છે. રાજ્યમાં 999 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,29,143 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠા 1, બોટાદ 1, સુરત 1 અને સુરત કોર્પોરેશનમાં-1 મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશન 163, સુરત કોર્પોરેશન 120, વડોદરા કોર્પોરેશન 101, રાજકોટ કોર્પોરેશન 67, સુરત 36, વડોદરા 29, દાહોદ 28, રાજકોટ 24, કચ્છ 23, મહેસાણા 21, ભરૂચ 18, પંચમહાલ 18, ખેડા 15, ગાંધીનગર 13, ગાંધીનગર કોર્પોરેશન 11, બનાસકાંઠા 10, સાબરકાંઠા 10, આણંદ 9, જુનાગઢ કોર્પોરેશન 8, અમદાવાદ 7, ભાવનગર કોર્પોરેશન 7, મહીસ...

કયારેક તે ટાગોર બનવા માંગે છે તો ક્યારેક ગાંધીજી, મમતા બેનરજીએ પીએમ મોદીને માર્યો ટોણો

Image
કલકત્તા, તા.29 ડિસેમ્બર 2020, મંગળવાર પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે પદયાત્રા થકી શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. પદયાત્રા બાદ એક રેલીને સંબોધન કરતા મમતા બેનરજીએ ભાજપને ચેલેન્જ આપતા કહ્યુ હતુ કે, પહેલા બંગાળમાં 30 બેઠકો જીતી બતાવે અને બાદમાં 200 કરતા વધારે બેઠકો જીતવાનુ સપનુ જુએ.આજકાલ ભાજપના લોકો દર સપ્તાહે બંગાળમાં આવે છે અને ફાઈવ સ્ટાર હોટલનુ ખાવાનુ મંગાવીને આદિવાસીના ઘરે ખાય છે.અમે 365 દિવસ ગુરુદેવ ટાગોર સાથે છે.ભાજપ બોગસ વિડિયો વાયરલ કરીને સમાજમાં ભાગલા પડાવી રહી છે. મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, આજકાલ કોઈએ નવુ રુપ ધારણ કર્યુ છે.ક્યારેક તે ટાગોર બનવા માંગે છે તો ક્યારેક ગાંધીજી બનવા માંગે છે.ભાજપના લોકો કેન્દ્રીય એજન્સી અને પૈસાના જોર પર બંગાળમાં ઘૂસણખોરી કરી રહ્યા છે.ભાજપના જે નેતાઓ દિલ્હીથી આવી રહ્યા છે તેમને ગુરુદેવ અંગે કશી ખબર નથી.વિશ્વ ભારતી યુનિવર્સિટીને રાજકારણમાં ખેંચવામાં આવી રહી છે અને બંગાળમાં નફરતની રાજનીતિને હવા અપાઈ રહી છે.ચૂંટણી પહેલા ભાજપ પૈસા વહાવી રહી છે.બંગાળના કલ્ચર પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે.કેટલાક ધારાસભ્યો ખરીદીને ટીએમસીને તોડી નાંખ...

રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ પોલિટિક્સ અને ફુલ ટાઈમ ટુરિઝમ કરે છેઃ મોદી સરકારના મંત્રી

Image
નવી દિલ્હી, તા.29 ડિસેમ્બર 2020, મંગળવાર ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધી ઈટાલી જતા રહ્યા છે અને આ મુદ્દો આજકાલ ભારે ચર્ચામાં છે ત્યારે મોદી સરકારના મંત્રી  મુખ્તાર અબ્બાસ નકવીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે તેમને એ વાતની ખબર છે કે, મોદી સરકાર મજબૂતીથી તેમના માટે સમર્પિત છે.જે લોકોએ ખેડૂતોના ખભે બંદુક મુકીને સરકાર તરફ તાકી છે અને ખેડૂતોને ઉશ્કેર્યા છે તેમના ચહેરા બહુ જલ્દી ખુલ્લા પડી જવાના છે.ખેડૂતો આ વાતને હવે સમજી રહ્યા છે અને મને લાગે છે કે, સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન થશે. તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ પોલિટિક્સ અને ફુલ ટાઈમ ટુરિઝમ કરે છે અને એટલા માટે જ તેમને વારે ઘડીએ નાનીનુ ઘર યાદ આવે છે.આ એવા લોકો છે જે તકવાદી છે અને તેમની આ  જ પ્રકારની હાલત થાય તે સ્વાભાવિક છે.દેશની સૌથી જુની પાર્ટીની આવી ખરાબ હાલત પહેલા ક્યારેય જોઈ નથી. રાહુલ ગાંધીને પપ્પુ તરીકે સંબોધતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ હતુ કે, પપ્પુ અને તેમની પાર્ટી સાથે જોડાયેલા લોકો મમ્મીજીના ઘરેથી નિકળીને મનમોહનસિંહના ઘરે જતા હોય છે.આ લોકોએ આ જ બ...

યુપીમાં ચૂંટણીને એક વર્ષ બાકી પણ ઓવૈસીએ પોતાના પહેલા ઉમેદવારની કરી દીધી જાહેરાત

Image
નવી દિલ્હી, તા.29 ડિસેમ્બર 2020, મંગળવાર યુપીની ચૂંટણી હજી 2022માં યોજાનારી છે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પોતાના પહેલા ઉમેદવારની જાહેરાત પણ કરી દેવાઈ છે. આમ તો ઓવૈસી દ્વારા યુપીના નાના પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવા માટે હિલચાલ ચાલી રહી છે પણ  આ જોડાણની જાહેરાત થાય તે પહેલા જ પાર્ટીએ પોતાના ઉમેદવારનુ નામ જાહેર કર્યુ છે.યુપીના બલરામપુર જિલ્લામાંથી ડોક્ટરને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. આ પહેલા ઓવૈસી સુહેલદેવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરને મળી ચુક્યા છે.આ મુલાકાત યુપીની આગામી ચૂંટણીમાં ગઠબંધન માટે હોવાની અટકળો થઈ રહી હતી. જોકે ચૂંટણીના એક વર્ષ કરતા વધારે સમય પહેલા જ ઉમેદવારનુ નામ જાહેર કરીને અસદુદ્દીન ઓવૈસીએ યુપીમાં પોતાની પાર્ટી પોતાની તમામ તાકાત કામે લગાડીને ચૂંટણી લડશે તેવો આડકતરો સંદેશ આપી દીધો છે.