પ્રજાસત્તાક દિવસે અમલમાં આવેલા ભારતીય બંધારણ વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો
ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું. તેથી જ આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતીય બંધારણને 26 જાન્યુઆરીના દિવસે જ કેમ અમલમાં મુક્યું તેની પાછળ પણ એક એતિહાસિક કારણ છે. 26 જાન્યુઆરી, 1930 ના રોજ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ તરીકે જાહેર કર્યું હતું. તે માટે આ તારીખને મહત્વ આપી 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું.
બંધારણ વિશે કેટલીક મહત્વની વાતો
બંધારણએ કોઈપણ દેશ માટે સર્વોચ્ચ પુસ્તક હોય છે. જો આપણે સરળ શબ્દો અનો અર્થ સમજવો હોત તો આ તે પુસ્તક છે જે દેશની સામાજિક, રાજકીય અને ન્યાયિક વ્યવસ્થાને માર્ગદર્શન આપવા માટે નિયમો દર્શાવે છે. બંધારણ દેશના દરેક નાગરિકના અધિકારો સુરક્ષિત રાખવા, દરેકને આગળ વધવાની સમાન તક આપવા અને દેશની એકતા અને અખંડીતતાની જાણવાણી કરતુ એક મહત્વનું પુસ્તક છે.
દુનિયાનું સૌથી લાંબુ અને સૌથી મોટું બંધારણ
ભારતીય બંધારણએ દુનિયાનું સૌથી લાંબુ અને સૌથી મોટું લેખિત બંધારણ છે. અત્યાર મુજબ તેમાં 25 ભાગ, 12 અનુસૂચી અને 448 અનુચ્છેદોનો સમાવેશ થાય છે. ભારત એકમાત્ર સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ છે, જે આ વિવિધતા ધરાવે છે. બંધારણ પર 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાના 284 સભ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં 15 મહિલાઓ સદસ્યો પણ સામેલ હતા.
ભારતનું બંધારણ હાથેથી લખાયેલ છે
ભારતીય બંધારણ ન તો ટાઈપ કરવામાં આવ્યું હતું કે ન તો છાપવામાં આવ્યું હતું. તે સંપૂર્ણપણે પ્રેમ બિહારી નારાયણ દ્વારા જાતે લખવામાં આવ્યું હતું. તે સુલેખન અને કેટલીક મૂળભૂત ઇટાલિક શૈલીમાં લખાયેલું છે. આ માટે બંધારણને વિશિષ્ટ દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. આ લખાણ પૂરું થતાં લગભગ છ મહિના લાગ્યા હતા.
અત્યાર સુધીમાં બંધારણમાં 105 સુધારા કરવામાં આવ્યા
આપણું ભારતીય બંધારણ અન્ય દેશોની જેમ કઠોર પણ નથી અને વધુ લવચીક પણ નથી. તેને જરૂરતની સાથે તેમાં સુધારાઓ શકાય કરી શકાય છે. અત્યાર સુધીમાં બંધારણમાં કુલ 105 સુધારા કરવામાં આવ્યા છે. તેમાંથી સૌથી પ્રખ્યાત 1976નો 42મો સુધારો છે. આ સુધારો કટોકટીમાં કરવામાં આવ્યો હતો અને બંધારણની પ્રસ્તાવનામાં 3 શબ્દો ઉમેરીને ઉમેરવામાં આવ્યા હતા. સેક્યુલર, સોશ્યલિસ્ટ અને ઇન્ટિગ્રિટી આ ત્રણ શબ્દ ભારતીય બંધારણના માળખામાં ઉમેરવામાં આવ્યા હતા.
બંધારણના મુખ્ય સ્ત્રોતો
આ સિવાય મુખ્ય સ્ત્રોતમાં ભારત સરકારના અધિનિયમ 1935ની જોગવાઈઓ માનવામાં આવે છે.
- યુએસ બંધારણ- મૂળભૂત અધિકારો અને ન્યાયિક વ્યવસ્થા
- ફ્રેન્ચ બંધારણ- સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ
- દક્ષિણ આફ્રિકાનું બંધારણ:- ભારતીય બંધારણમાં સુધારો
- રશિયન બંધારણ - મૂળભૂત ફરજો
- જર્મન બંધારણ - કેન્દ્રને કટોકટીની સત્તા
- આઇરિશ બંધારણ- નિર્દેશક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિની ચૂંટણી
- ઑસ્ટ્રેલિયન બંધારણ- સમવર્તી સૂચિ, દેશમાં સેવા અને વેપારની સ્વતંત્રતા
- કેનેડિયન બંધારણ- કેન્દ્ર-રાજ્ય સંબંધો
- બ્રિટિશ બંધારણ- એકલ નાગરિકત્વ, સંસદીય સ્વરૂપ
- જાપાનીઝ બંધારણ - સંસદની સર્વોચ્ચ સત્તા
ભારતીય બંધારણ બે ભાષાઓમાં જોવા મળે છે
ભારતનું બંધારણ અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષાઓમાં લખવામાં આવ્યું છે. બંધારણ સભાના તમામ સભ્યોએ બે ભાષામાં સહી કરી હતી. બંધારણની મૂળ નકલ સુરક્ષિત રાખવા માટે સંસદની લાઇબ્રેરીમાં હિલીયમથી ભરેલા ખાસ બોક્સમાં રાખવામાં આવી છે.
Comments
Post a Comment