કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું, મને લોકો હિન્દુ કેમ નથી કહેતા

image- twitter

તિરૂવનંતપુરમ 28 જાન્યુઆરી 2023 શનિવાર

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શનિવારે તિરૂવનંતપુરમમાં હિંદુ કોન્કલેવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આર્ય સમાજના લોકો દ્વારા કરવામાં આવેલા સ્વાગત દરમિયાન તેઓ મારા યોગદાનનું સમ્માન કરે છે પણ મારી એક ફરિયાદ છે કે તેઓ મને હિંદુ કેમ નથી કહેતા? તેમણે કહ્યું કે મને નથી લાગતું કે હિંદુ એક ધાર્મિક શબ્દ છે. પરંતુ તે એક ભૌગોલિક શબ્દ છે. 

તમારે મને હિન્દુ કહેવો જોઈએ
જે પણ વ્યક્તિ ભારતમાં પેદા થયો છે, જે ભારતમાં ઉત્પાદિત અન્ન ખાય છે, જે ભારતની નદીઓનું પાણી પીવે છે તે ખુદને હિન્દુ કહેવાનો હકદાર છે. તમારે મને હિન્દુ કહેવો જોઈએ. તેમણે બીબીસી ડોક્યુમેન્ટરીને લઈને કહ્યું હતું કે, બ્રિટિશ રાજમાં કોઇ ડોક્યુમેન્ટરી કેમ ના બની? જ્યારે કલાકારોના હાથ કાપની નાંખવામાં આવ્યા ત્યારે કોઈ ડોક્યુમેન્ટરી કેમ ના બનાવવામાં આવી. જે લોકો ભવિષ્યવાણી કરી રહ્યાં હતાં કે ભારત  અંદરો અંદર લડી મરશે તેમની માનસિકતા હવે નિરાશ થઈ ગઈ છે. કારણ કે ભારત કંઈક સારુ કરી રહ્યો છે. 

બ્રિટિશ અત્યાચારો પર એક ડોક્યુમેન્ટરી કેમ ના બનાવી
ભારત દુનિયામાં કંઈક સારૂ કરે છે એટલા માટે આ લોકો નિરાશ થયાં છે. તેમણે બ્રિટિશ અત્યાચારો પર એક ડોક્યુમેન્ટરી કેમ ના બનાવી. મને મારા જ કેટલાક લોકો પર ખેદ છે. કારણ કે કેટલાક લોકો ન્યાયપાલિકાના ફેસલા પર નહીં પણ ડોક્યુમેન્ટરી પર ભરોસો કરે છે. આ એવો સમય છે જ્યારે ભારતને G20ની અધ્યક્ષતા સંભાળી છે. આ ડોક્યુમેન્ટરી માટે આ ખાસ સમયને કેમ પસંદ કરવામાં આવ્યો છે. આ એવા ખાસ સોર્સ તરફથી જાહેર કરવામાં આવી છે જેમણે આપણી આઝાદી સમયે ભવિષ્યવાણી કરી હતી કે ભારત પોતાની સ્વતંત્રતા અને લોકતંત્ર માટે સક્ષમ નથી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો