ચીનમાં વિકરાળ બન્યો કોરોના, નિષ્ણાતોની ચેતવણી ફરી વધી શકે છે કેસો
Image: envato |
ચીનમાં ફરી એકવાર કોરોના સંક્રમણ સતત હાહાકાર મચાવી રહ્યો છે. દેશની 80 ટકા વસ્તી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. ઝીરો કોવિડ પોલિસીના અંત પછી, કોરોનાએ ચીનમાં તબાહી મચાવી છે.
ચીને કહ્યું છે કે, છેલ્લા અઠવાડિયામાં 13 થી 19 જાન્યુઆરી વચ્ચે હોસ્પિટલોમાં લગભગ 13,000 દર્દીઓના મૃત્યુ કોરોનાથી થયા છે. ચીને એક અઠવાડિયા પહેલા કહ્યું હતું કે 12 જાન્યુઆરી સુધી, હોસ્પિટલોમાં કોરોનાના સંક્રમણના કારણે લગભગ 60 હજાર લોકોના મૃત્યુ થયા હતા. અહેવાલો અનુસાર, ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ 681 દર્દીઓના મૃત્યુ થયા છે. આ કેસોમાં વધારે પડી દર્દીઓને શ્વાસની તકલીફ પડી રહી હતી. આ દર્દીઓના આંકડામાં ઘરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા હોય તે સામેલ નથી.
આરોગ્ય નિષ્ણાતો અનુસાર સ્થિતિ હવે બગડશે
એક ચીની સંસ્થાએ અનુમાન લગાવ્યું છે કે, ચીનમાં નવા વર્ષની રજા દરમિયાન, કોરોનાને કારણે દરરોજ હજારો મૃત્યુ થઇ શકે છે. તે દરમિયાન આંકડો 36 હજાર સુધી પહોંચી શકે છે.
મહામારી ફરી ફેલાવવાનું શું છે મુખ્ય કારણ?
ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મુખ્ય આરોગ્ય નિષ્ણાત જણાવ્યું હતું કે, ચીનના નવા વર્ષની રજાઓ દરમિયાન લોકોની મોટા પાયે મુસાફરી કરશે જેને કારણે રોગચાળો ફેલાઇ શકે છે. આ સમયે ચીનના લોકો પોતાના સંબંધીઓને મળવા માટે અલગ-અલગ સ્થળોએ જાય છે.
Comments
Post a Comment