26 જાન્યુઆરીને ધ્યાને રાખી અમદાવાદ એરપોર્ટ હાઈઍલર્ટ, જવાનોએ મોકડ્રીલ કરી

Image Twitter

અમદાવાદ, તા. 22 જાન્યુઆરી 2023, રવિવાર

આગામી તા. 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટને હાઈઍલર્ટ કરવામાં આવ્યો છે. મોટા ભાગે 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના આ રાષ્ટ્રીય તહેવારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી હંમેશા એરપોર્ટ હાઈઍલર્ટ કરવામાં આવે છે. જેથી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે અમદાવાદ એરપોર્ટને હાઈઍલર્ટ કરવામાં આવ્યો છે. જેથી રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. જેથી કરીને આજથી આગામી 30 જાન્યુઆરી સુધી અમદાવાદ એરપોર્ટને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો છે.

એરપોર્ટ પર ટર્મિનલમાં ડોગ સ્ક્વૉડની ટીમ પણ તૈનાત કરી દેવાશે

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને 30મી સુધી હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો છે. જેથી હવે બહારથી આવતા મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર બે વાર ચેકિંગ કરવામાં આવશે. એરપોર્ટ પર CISF દ્વારા પણ ખાસ વોચ ગોઠવવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટ પર ટર્મિનલમાં ડોગ સ્ક્વૉડની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટના પરિસરમાં કોઈ પણ જગ્યા પર બિનવારસી હાલતમાં કોઇ ચીજવસ્તુ નજરે પડે તો તાત્કાલિક એરપોર્ટ મેનેજર અથવા સીઆઇએસએફને જાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.  તેમજ શંકાસ્પદ લાગતા મુસાફરો તેમજ તેમના સામાનની સઘન તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. 

સુરક્ષાને ધ્યાને રાખી 50થી વધુ જવાનો દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી

અમદાવાદના એરપોર્ટની સુરક્ષાને ધ્યાને રાખી 50થી વધુ જવાનો દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર મટીરિયલ્સ (CBRN)ના ઉપયોગથી ઉદભવતા જોખમોને આવરી લેવામાં આવ્યા હતા. એરપોર્ટ પરની આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ CBRN ઇમરજન્સીને હેન્ડલ કરવા માહિતી અને ટ્રેનિંગ સાથે પીડિતોને પ્રાથમિક સારવાર ઉપરાંત માનસિક સહાય પૂરી પાડવાનો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો