દિલ્લીમાં પ્રજાસત્તાક દિવસ માટે ફુલ ડ્રેસ રિહર્સલ, આ 26 જાન્યુઆરી ગુજરાત માટે પણ ખાસ
Image: DD News |
આજ રોજ દેશની રાજધાની દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ફુલ ડ્રેસ રિહર્સલ યોજાશે. જેના કારણે અનેક રૂટ દિલ્લીમાં પ્રતિબંધ કરવમાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને નવી દિલ્હી, મધ્ય દિલ્હી અને દક્ષિણ દિલ્હીના વિસ્તારો ન આવવા લઇ સલાહ આપી છે.
ગુજરાત માટે ગર્વપૂર્ણ વાત
આ વખતે ગુજરાત માટે પણ એક ખાસ ગૌરવપૂર્ણ વાત છે, આ વખતે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ અવસરે દેશના સૌ પ્રથમ સોલાર ઉર્જા વિલેજ મોઢેરાની ઝાંખી રજૂ થશે, "ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત" વિષય આધારિત ટેબ્લો રજૂ કરાશે, આ ઝલક દ્વારા દેશ દુનિયાને કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક સાથે ઉર્જાક્ષેત્રે નવી રાહ તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન છે.
આજે આ રીતનો રહેશે કાર્યક્રમ
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આજનું આ રિહર્સલ સવારે 10:30 વાગ્યે વિજય ચોકથી શરૂ થશે અને કર્તવ્ય પથ, સી-ષટ્કોણ, તિલક માર્ગ, બહાદુર શાહ ઝફર થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થશે. પરેડ પૂરી ન થાય ત્યાં સુધી વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના ડ્યુટી રોડ પર કોઈ પણ જાતના ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે નહીં. સી-હેક્સાગોન-ઇન્ડિયા ગેટ વિસ્તાર આજે સવારે 9:00 વાગ્યાથી પરેડ તિલક માર્ગને પાર ન થાય ત્યાં સુધી બંધ રહેશે. તિલક માર્ગ, બહાદુર શાહ ઝફર માર્ગ અને સુભાષ માર્ગ પર સવારના 10:30 વાગ્યાથી બંને દિશામાં ટ્રાફિક પર પ્રતિબંધ રહેશે.
ડ્રોન અને પેરાગ્લાઈડર પર પ્રતિબંધ
દિલ્હીના NCTમાં 15 ફેબ્રુઆરી સુધી ડ્રોન, પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, માનવરહિત એરિયલ વ્હીકલ, માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ્સ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ, હોટ એર બલૂન, સ્મોલ પાવર્ડ એરક્રાફ્ટ વગેરે પર પ્રતિબંધ રહેશે.
Comments
Post a Comment