ઝારખંડના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ, 3 બાળકો સહિત 14 લોકો જીવતા ભૂંજાયા

Image : Twitter

ધનબાદ, 01 ફેબ્રુઆરી 2023, બુધવાર

ઝારખંડના ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં ગઈકાલે મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળી છે જેના પગલે બિલ્ડીંગમાં અફરા-તફરીનો માહોલ મચી ગયો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ આગની ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ધટનામાં 10 મહિલાઓ, 3 બાળકો અને 1 પુરુષનો સમાવેશ થાય છે.

ગેસ સેલિન્ડરનો વિસ્ફોટથી લાગી આગ

ઝારખંટના ધનબાદમાં આશીર્વાદ ટ્વીન ટાવરમાં ભીષણ આગ લાગતા 10 મહિલા એક વૃદ્ધ અને 3 બાળકો જીવતા ભૂંજાયા હતા. આ 10 માળના ટ્વીન ટાવરના બીજા માળે આગ લાગી હતી અને જોતજોતામાં જ આગ 5માં માળ સુધી પહોંચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે આગમાં સળગી જવાને કારણે મૃતદેહોની ઓળખ કરવી મુશકેલ બની હતી. ગેસ સેલિન્ડરનો વિસ્ફોટ થતા આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં 24થી વધુ લોકો દાઝી ગયા હતા.

સીએમ સોરેને શોક વ્યક્ત કર્યો હતો

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સીએમ સોરેને કહ્યું કે હું પોતે આ ઘટનાની દેખરેખ રાખી રહ્યો છું.

PM મોદીએ શોક વ્યક્ત કર્યો અને સહાયની જાહેરાત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધનબાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિજનોને રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો