ઈઝરાયલઃ જેરુસલેમમાં યહૂદીઓના પ્રાર્થના ઘરમાં અંધાધૂંધ ગોળીબાર, 7ના મોત, 10 ઘવાયા

image : Twitter


તેલ અવીવ , તા. 28, જાન્યુઆરી, 2023

જેરુસલેમ નજીકના યહૂદી મંદિરમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં 7 લોકો મૃત્યુ પામી ગયા છે અને 10 લોકો ઘવાયાની માહિતી મળી છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. જોકે હુમલાખોરને ઠાર મરાયો હતો. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો.

 

ઘાયલોમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ 

શરૂઆતમાં ઈઝરાયયલની એમ્બ્યુલન્સ સેવાએ મૃતકોની સંખ્યા 5 જણાવી હતી અને કહ્યું હતું કે 5 લોકો ઘવાયા છે પણ પછીથી આંકડો વધતો ગયો હતો. ગોળીબાર પછી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ હતી. ઘાયલોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે. 

અમેરિકાએ આ હુમલાની ટીકા કરી 

ઈઝરાયલની પોલીસે તેને આતંકી હુમલો ગણાવતા કહ્યું કે આ હુમલો પૂર્વ જેરુસલેમના કબજાવાળા યહૂદી ક્ષેત્રના નેવ યોકોવમાં થયો હતો. ગાઝામાં હમાસના પ્રવક્તા હજેમ કાસિમે કહ્યું કે આ ઓપરેશન જેનિનમાં કબજાનો જવાબ છે. આ હુમલાની પેલેસ્ટિની ઈસ્લામિક જેહાદીઓએ પ્રશંસા કરી હતી પણ હુમલાનો દાવો નથી કર્યો જ્યારે અમેરિકાએ આ હુમલાની ટીકા કરી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો