અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના, 6 મહિનાના બાળક સહિત 6 લોકોના મોત

Image : Pixabay

ગઈકાલે વહેલી સવારે કેલિફોર્નિયાના એક ઘરમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતા છ લોકોના મોત થયા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતકોમાં 6 મહિનાનું બાળક અને તેની માતાનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ હુમલા અને મૃત્યુના આંકડાની પુષ્ટિ કરી છે. પોલીસે આ હુમલાને ટારગેટેડ હુમલો ગણાવ્યો છે. હુમલામાં સંડોવાયેલી ટોળકી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યુ હતું કે ગઈકાલે વહેલી સવારે 3:30 વાગ્યે કેલિફોર્નિયાના જોક્વિન વેલીમાં તુલારે સાન શહેરમાં બે વ્યક્તિઓએ એક ઘર પર ગોળીબાર કર્યો હતો.

પોલીસ આવી ત્યાં સુધીમાં હુમલાખોર ફરાર થઈ ગયા

પોલીસના જણાવ્યા અનુસાર સવારે પાડોશીઓએ ફોન કર્યો હતો અને હુમલાની ઘટનાની માહિતી આપી હતી. આ માહિતી મળતા જ પોલીસ 7 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો અને લાશ પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને છ મૃતદેહ મળ્યા છે. ઘટના ખૂબ જ ગંભીર છે. પોલીસને સ્થળ પરથી 6 મહિનાના બાળક અને તેની 17 વર્ષની માતાના મૃતદેહ પણ મળ્યા છે. બંનેને માથામાં ગોળી વાગી હતી.

અમેરિકામાં ગોળીબાર કરીને હત્યાની મોટી સમસ્યા

યુએસમાં ફાયરિંગ દ્વારા હત્યા કરવાની એક મોટી સમસ્યા બની ગઈ છે. વર્ષ 2021માં લગભગ 49,000 લોકો બંદૂકની ગોળીથી મૃત્યુ પામ્યા હતા. દેશમાં વસ્તી કરતા વધુ હથિયારો છે. ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ ઓછામાં ઓછી એક બંદૂક ધરાવે છે અને લગભગ બે પુખ્તમાંથી એક વ્યક્તિ હથિયાર સાથે ઘરમાં રાખે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો