વિશ્વના કોમર્શિયલ વિમાનોના સૌથી મોટા સોદાની જાહેરાત કરી શકે છે ટાટા ગ્રૂપ, 1 વર્ષમાં એર ઈન્ડિયામાં વિમાનોની સંખ્યામાં 27% વધી

નવી દિલ્હી, તા.27 જાન્યુઆરી-2023, શુક્રવાર

આગામી કેટલાક સપ્તાહમાં ટાટા ગ્રૂપ ઈતિહાસના સૌથી મોટા ઉડ્ડયન સોદાની જાહેરાત કરી શકે છે. આ ડીલ હેઠળ એર ઈન્ડિયામાં કેટલાક નવીનતમ અને સૌથી અદ્યતન કોમર્શિયલ જેટલાઈનર્સ જોવા મળી શકે છે. એર ઈન્ડિયામાં વિસ્તારા અને એર એશિયા ઈન્ડિયા સામેલ છે, ત્યારે આગામી કેટલાક વર્ષોમાં આમાં મોટી સંખ્યામાં નવા વિમાનો આવ્યા બાદ એર ઈન્ડિયા વિશ્વના સૌથી નવા અને સૌથી અદ્યતન વિમાનોના કાફલામાનું એક હશે. એનડીટીવી દ્વારા જાણવા મળ્યું છે કે, બોઈંગ અને એરબસ બંને સાથે લાંબા, મધ્યમ અને નાની-મધ્યમ શ્રેણીના વિમાનો માટે ટાટા જૂથની વાતચીત અંતિમ તબક્કામાં છે. મિશ્રણ માટે વાટાઘાટો પૂર્ણ થવાની નજીક છે.

ઘણા અબજ ડોલરનો હોઈ શકે છે સોદો

આ સોદો ઘણા અબજ ડોલરનો હોઈ શકે છે અને એક સાથે 100થી વધુ વિમાનો આ એરલાઈન્સમાં સામેલ થઈ શકે છે. વિમાનોના નવા કાફલામાં એર બસ એ-350 જેવા અલ્ટ્રા લોંગ હ્યુલ જેટલાઈનર્સ, બોઈંગ 777એક્સ જેવા મોટી ક્ષમતા ધરાવતા વિમાનો, બોઈંગ 787 ડ્રીમલાઈનરનું એડીશનલ વેરિઅન્ટ ઉપરાંત એર બસ એ-320 એનઈઓ સિરિઝના વેરિઅન્ટ જોવાની તક મળી શકે છે. આ વાતની મજબૂત સંભાવના છે કે, એરલાઈન બોઈંગ 737 મૈક્સ જેટલાઈનર્સના વેરિઅન્ટ પણ મેળવશે. વર્તમાન સમયમાં એર ઈન્ડિયા એક્સપ્રેસમાં Legacy Boeing 737 વિમાન કાર્યરત છે. એર ઈન્ડિયાએ તેના આગામી વિમાનોના કાફલાના સ્વરૂપ અંગે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો. આ પહેલા એર ઈન્ડિયાએ તેના વિશાળ કાફલાના અંદરના ભાગને નવીનત્તમ બનાવવા માટે 400 મિલિયન ડોલર ખર્ચ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, તે હવે ‘નવીનત્તમ પેઢી માટેની બેઠકો અને સર્વશ્રેષ્ઠ ઈન-ક્લાસ ઇનફ્લાઈટ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમને આમાં સામલે કરશે.’

એર ઈન્ડિયામાં વિમાનોની સંખ્યા 100 પર પહોંચી

ગત વર્ષે 27 જાન્યુઆરીએ ટાટા ગ્રૂપે ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાને સરકાર પાસેથી પોતાના હસ્તક લઈ લીધી  હતી. એર ઈન્ડિયાએ કહ્યું કે, ગત એક વર્ષ દરમિયાન ઓપરેશનલમાં તેના કુલ વિમાનોની સંખ્યા 27 ટકા વધીને 100 પર પહોંચી છે, 16 નવા આંતરરાષ્ટ્રીય માર્ગો કાર્યરત અથવા જાહેર કરાયા છે, સરેરાશ દૈનિક આવક બમણી થઈ ગઈ છે અને કોલ સેન્ટરોમાં કર્મચારીઓની સંખ્યા પણ બમણાથી વધુ વધી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો