રાજ્યમાં ગુજરાતી વિષય ન ભણાવતી ખાનગી શાળાઓની NOC રદ્દ કરાશે, હાઇકોર્ટે આપ્યો નિર્દેશ

Image : Gujarat High Court Website

રાજ્યમાં છેલ્લા ઘણા સમય થયા ખાનગી શાળા તેમજ અગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી વિષય ન ભણાવવાનો મામલો ચાલી રહ્યો છે. આ વચ્ચે હાઈકોર્ટમાં આ અંગે એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. રાજ્યમાં આવેલી કેન્દ્રિય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવવાની ફરિયાદ હોવાથી અરજદારે આ મામલે રજૂઆત કરી હતી. આ મામલે હાઈકોર્ટે શાળામાં ગુજરાતી ન ભણાવવા પર શું પગલા લેવાશે તેવો સવાલ કર્યો હતો. રાજ્યમાં ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યુ કરી છે તેવો જવાબ સરકારે આપ્યો છે. આ ઉપરાંત સરકારે વધારામાં કહ્યુ હતું કે ગુજરાતી ભાષા ન ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરવામાં આવશે. 

સરકારને નિર્ણય લેવા હાઈકોર્ટે આદેશ આપ્યો

ગુજરાત રાજ્યની કુલ 23 શાળાઓમાં ગુજરાતી વિષય ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાયાની હાઈકોર્ટને જાણ કરાઈ છે. આ મામલે વધુ સુનાવણી આગામી 3 ફેબ્રુઆરી રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના નિર્દેશ આપ્યા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય કરે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો