પાકિસ્તાનના PMની અક્કલ ઠેકાણે આવી, કહ્યુ ભારત સાથે 3 યુદ્ધ પછી શીખ્યા પાઠ
Image : ShehbazSharif Twitter |
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાન અન્ય દેશોની મદદથી આ ખરાબ તબક્કામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. પાકિસ્તાન સાઉદી અરેબિયા અને ચીનથી વધારે મદદ લઈ રહ્યુ છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ભારતને લઈને એક મોટું નિવેદન આપ્યુ છે. તેણે કહ્યું છે કે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ અને ભારત સાથે 3 યુદ્ધ બાદ પાકિસ્તાને પાઠ શીખ્યો છે.
પાકિસ્તાન PMનો ભારત પ્રત્યેનો સૂર બદલ્યો
પાક પીએમ શાહબાઝ શરીફે ભારત સાથેના ત્રીજા યુદ્ધ વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન ભારતને લઈને તેમનો સૂર થોડો બદલાયેલો હતો. શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે અત્યાર સુધીમાં ત્રણ યુદ્ધ લડી ચુક્યું છે અને પાકિસ્તાને યુદ્ધથી બરોબરનો પાઠ સીખી લીધો છે. આપણે પાડોશી દેશો છીએ અને આપણે એકબીજા સાથે રહેવાનું છે. શાંતિ અને પ્રગતિ કરવી એ આપણા બંને પર નિર્ભર છે. ભારત સાથેના યુદ્ધ પછી જ ગરીબી અને બેરોજગારી આવી છે. અમે અમારી સમસ્યાઓ ઉકેલવા માંગીએ છીએ તેમ પાકિસ્તાનના પીએમ કહ્યુ હતું.
PM મોદીને આપ્યો આ સંદેશ
પાકિસ્તાનના PMએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સંદેશો આપ્યો છે. આર્થિક તંગી દુર કરવા પર ભાર મુકતા તેમણે કહ્યું કે અમે દેશમાંથી ગરીબી ખતમ કરવા ઈચ્છીએ છીએ. આ સાથે જ દેશમાં સમૃદ્ધિ પણ લાવવા માંગીએ છીએ. અમે અમારા લોકોને સારું શિક્ષણ, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ અને રોજગાર આપવા માંગીએ છીએ. અમે બોમ્બ અને દારૂગોળો બનાવવામાં અમારા સંસાધનો ખર્ચા કરવા માંગતા નથી. આ મારું વિઝન છે અને હું આ સંદેશ પીએમ મોદીને પણ આપવા માંગુ છું.
કાશ્મીર મુદ્દા પર ફરી ઝેર ઓક્યું
પાકિસ્તા દેશના હાલ દિવસે દિવસે બગડી રહ્યા છે તેમ છતાંપણ શાહબાઝ શરીફે કાશ્મીર મુદ્દા પર ફરી ઝેર ઓક્યું હતું. શાહવાઝે પીએમ મોદીને સંદેશ આપ્યો હતો. તેણે કહ્યું કે હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તેને રોકવાની જરૂર છે. કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીને મારો સંદેશ છે કે આપણે વાતચીત માટે સામસામે આવવું જોઈએ અને કાશ્મીર જેવા સળગતા મુદ્દા પર ગંભીર વાતચીત કરવી જોઈએ.
Comments
Post a Comment