દુશ્મન દેશ પર કહેર બની તૂટી પડશે ભારતનું આ હથિયાર, ઓડિશામાં કરાયું પરીક્ષણ, જુઓ તાકાત
Image - wikipedia |
ભુવનેશ્વર, તા.27 જાન્યુઆરી-2023, શુક્રવાર
ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન - DRDOએ શુક્રવારે એટલે કે 27 જાન્યુઆરી 2023ના રોજ ઓડિશા નજીક હાઈપરસોનિક ટેકનોલોજી ડિમોન્સટ્રેટર વ્હીકલ (Hypersonic Technology Demonstrator Vehicle - HSTDV)નું પરીક્ષણ કર્યું હતું. ટેસ્ટના પરિણામ અંગે હાલ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તો જાણીએ આ હથિયારની તાકાત સહિતની માહિતી... ભારત ઘણા વર્ષોથી હાઈપરસોનિક હથિયાર પર કામ કરી રહ્યું છે. આ હથિયારનું પરિક્ષણ પણ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓએ વર્ષ 2020માં માનવ રહિત સ્ક્રૈમજેટના હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટનું સફળ પરીક્ષણ કર્યું હતું. હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટ માટે માનવરહિત સ્ક્રેમજેટ પ્રદર્શન વિમાન છે. આ વિમાન 6126થી 12251 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે તેને હાઇપરસોનિક પ્લેન કહેવામાં આવે છે.
HSTDVમાં થોડીક જ સેકન્ડમાં હુમલો કરવાની ક્ષમતા
અગાઉ HSTDVનું 20 સેકન્ડથી પણ ઓછા સમયમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન HSTDVની સ્પીડ 7500 કિમી પ્રતિ કલાકની હતી. ભવિષ્યમાં HSTDVની સ્પીડ વધારી કે ઘટાડી શકાય છે. HSTDVની તાકાતની વાત કરીએ તો આમાં પારંપરિક અથવા પરમાણુ હથિયાર ફીટ કરી દુશ્મન દેશ પર થોડીક સેકન્ડમાં હુમલો કરવાની તાકાત છે. આ વિમાન દ્વારા બોંબ ફેંકી શકાય છે અથવા તેને જ બોંબ બનાવી દુશ્મનના અડ્ડા પર પાડી શકાય છે. કારણ કે તેની ગતિ ખુબ જ ખતરનાક છે.
ભારતને હાઈપરસોનિક મિસાઈલ અથવા વિમાનની જરૂર કેમ પડી ?
સવાલ એ થાય છે કે, હાઈપરસોનિક મિસાઈલ અથવા વિમાનની જરૂર કેમ પડી રહી છે ? આનું કારણ છે અમેરિકા... ગત કેટલાક વર્ષોથી અમેરિકા સતત હાઈપરસોનિક મિસાઈલ અને વિમાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે રશિયા અમેરિકાથી પણ આગળ નીકળી ગયું છે. રશિયા પાસે ઘણા હાઈપરસોનિક મિસાઈલો છે. ભારતના પડોશી દેશ ચીન પાસે પણ આવા પ્રકારના ઘણા હથિયારો હોવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં વ્યૂહાત્મક સ્તરે સંતુલન જાળવવા હાઈપરસોનિક હથિયાર અથવા વિમાન વહેલી તકે બનાવવામાં આવે.
Comments
Post a Comment