જમ્મુ-કાશ્મીરમાં મિની બસ 400 ફૂટની ખીણમાં પડી, 60 વર્ષીય મહિલા સહિત ચારના મોત
Image : Pixabay |
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મોડી રાત્રે એક મિની બસ રસ્તા પરથી ઊંડી ખીણમાં ખાબકતા 5 વ્યક્તિઓના મોત થયા હતા. આ મૃતકોમાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનાની માહિતી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત બિલ્લાવરના સિલા ગામમાં મોડી રાત્રે થયો હતો. બસ ડ્રાઈવરે એક વળાંક પર કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
5 લોકોના મોત થયા જ્યારે 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
એક ઓવરલોડેડ મિની બસ 400 ફૂટની ખીણમાં પડી ગઈ હતી. આ ઘટના અંગે સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર બસ મોંડલી ગામથી ધનુ પરોલ ગામ જઈ રહી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આ ઘટનામાં એક 60 વર્ષીય મહિલા સહિત ચાર લોકોને ઘટના સ્થળે મોત થયા હતા. આ ઉપરાંત અન્ય 15 ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી બચાવ કાર્ય ચાલુ હતું. ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ મેડિકલ કોલેજ કઠુઆ રિફર કરવામાં આવ્યા હતા.
J&K | Five people killed, 15 injured after their passenger vehicle fell into a deep gorge at Dhanu Parole village in Billawer area in Kathua last night: Police Control Room, Kathua pic.twitter.com/fFb7paSN0j
— ANI (@ANI) January 21, 2023
Comments
Post a Comment