ઓડિશાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસનું નિધન, પોલીસ અધિકારીએ મારી હતી ગોળી

ભુવનેશ્વર, તા.29 જાન્યુઆરી-2023, રવિવાર

ઓડિશાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસનું મોત નિપજ્યું છે. તેમને રવિવારે કાર્યક્રમ દરમિયાન એક પોલીસ અધિકારીએ ગોળી મારી દીધી હતી, ત્યારબાદ રાજધાની ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

હુમલો કેવી રીતે થયો ?

મંત્રી નબ દાસ ઝારસુગુડામાં એક કાર્યક્રમમાં સામેલ થયા જઈ રહ્યા હતા. મંત્રી જ્યારે રસ્તામાં તેમની ગાડીમાંથી બહાર નિકળ્યા ત્યારે ASIએ પોતાની રિવોલ્વરથી તેમના પર ફાયરિંગ કરી દીધું હતું. ઝારસુગુડા જિલ્લાા બૃજરાજનગર પાસે આ ઘટના બની હતી. આરોપી પોલીસ કર્મચારી ગોપાલ દાસ ગાંધી ચોક પોલીસ ચોકી પર તૈનાત હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટાનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં નબ દાસના છાતી પરથી લોહી વહેતું દેખાઈ રહ્યું છે.

ડોક્ટરોએ અંતિમ ઘડી સુધી બચાવવાનો પ્રયાસ ક્યો

આરોગ્ય મંત્રીના મૃત્યુ અંગે એપોલો હોસ્પિટલ તરફથી નિવેદન જારી કરાયું છે, જેમાં જણાવાયું છે કે, આરોગ્ય મંત્રીની છાતીની બાજુ તરફ ગોળી વાગી હતી. એપોલોમાં ડૉ.દેબાશીષ નાયક હેઠળની ડોક્ટરોની ટીમે તરત સારવાર શરૂ કરી તેમનું ઓપરેશન કર્યું.

નજરે જોનારાઓએ શું કહ્યું ?

ઘટનાને નજરો જોનારાઓએ કહ્યું કે, જ્યારે આરોગ્ય મંત્રી ગાંધી ચોક પર કારથી બહાર નિકળી રહ્યા હતા તો આરોપી પોલીસ કર્મચારીએ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી ASIને સ્થાનિક લોકોએ પકડી લઈ પોલીસને સોંપી દીધો. ત્યારબાદ આરોગ્ય મંત્રીને સારવાર માટે ઝારસુગડાથી ભુવનેશ્વર એરલિફ્ટ કરીને લવાયા હતા. રાજ્યના સૌથી શ્રેષ્ઠ ડોક્ટરોને તેમના સારવારમાં ઉભા રખાયા હતા, જોકે તેમનો જીવ બચાવી શકાયો નહીં.

CIDએ શરૂ કરી હત્યાની તપાસ

CIDએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ ટીમે બ્રજરાજનગર પોલીસ સ્ટેશન પાસેથી કેસ પોતાના હાથમાં લઈ લીધો છે. ટીમમાં સાઈબર એક્સપર્ટ, બેલિસ્ટિક એક્સબર્ટ અને ક્રાઈમ બ્રાન્ડના અધિકારીઓ સહિત 7 સભ્યોનો વિશેષ તપાસ ટીમની રચના કરાઈ છે, જેનું નેતૃત્વ ડીએસપી રમેશ ડોરા ઓપીએસ કરી રહ્યા છે. તપાસ ઝડપથી શરૂ કરવા તેઓ તરત વિશેષ હેલિકોપ્ટરમાં ઝારસુગુડા પહોંચી ગયા છે. પોલીસે આ ઘટનામાં U/S 307 IPC  R/W  27 Arms Act હેઠલ ગુનો નોંધ્યો છે.

કેબિનેટમાં બીજા સૌથી અમિર મંત્રી

નાબ કિશોર દાસ ઓડિશામાં બીજુ જનતા દળમાં હતા અને નવીન પટનાયકની સરકારમાં આરોગ્ય મંત્રી હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નબ કિશોર દાસ દેશના સૌથી અમિર મંત્રીઓમાંના એક હતા. તેઓ મુખ્યમંત્રી બાદ કેબિનેટમાં બીજા સૌથી અમિર મંત્રી હતા.

PM મોદીએ આરોગ્ય મંત્રી નબ કિશોર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય મંત્રી નબ કિશોર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વિટમાં પીએમએ કહ્યું કે ઓડિશા સરકારના મંત્રી નાબ કિશોર દાસનું દુર્ભાગ્યપૂર્ણ નિધન...

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો