બજેટ પહેલા શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીની મજબૂત શરૂઆત

Image: envato


બજેટ રજૂ થવામાં હવે થોડો સમય જ બાકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટની રજૂઆત શરૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ છે. ચૂંટણી પહેલા બજેટ પહેલા ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂત શરૂઆત કરી છે. ડોલર સામે રૂપિયો નજીવા ઘટાડા સાથે રૂ.81.77 પર ખુલ્યો હતો. રૂપિયામાં 0.18 ટકાનો ઘટાડો થયો છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં ધરખમ વધારો
ગયા વર્ષે પણ બજેટના દિવસે  શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એક વર્ષ પછી આજે, 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ, બજેટના દિવસે, શેરબજારના બંને સૂચકાંકો જોરદાર તેજી સાથે ખુલ્યા હતો.  BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 417.89 પોઈન્ટના વધારા સાથે 59,967.79ના સ્તર પર ખુલ્યા છે. બીજી બાજુ, NSE નિફ્ટી ઇન્ડેક્સ 131.95 વધીને 17,776.70 ના સ્તર પર ટ્રેડિંગ શરૂ થયું છે.

આજે 11 વાગ્યા સુધીમાં BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 545.54 પોઈન્ટ  વધારાના સાથે 60,094.52ના સ્તર પર પહોંચ્યો છે. બીજી બાજુ, NSE ના નિફ્ટી ઇન્ડેક્સ 156.20 વધીને 17,818.35 ના સ્તર પર પહોંચ્યો છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે