સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ: CM યોગી આદિત્યનાથ
- અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે: CM યોગી
લખનૌ, તા. 28 જાન્યુઆરી 2023, શનિવાર
દેશમાં સનાતન ધર્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. અંગત સ્વાર્થથી ઉપર ઊઠીને આપણે રાષ્ટ્રધર્મમાં જોડાઈએ છીએ. આપણો દેશ સુરક્ષિત રહેવો જોઈએ. ગો બ્રાહ્મણની રક્ષા કરવી જોઈએ.
हमारा 'सनातन धर्म' भारत का 'राष्ट्रीय धर्म' है... pic.twitter.com/1MCGNHuK3O
— Yogi Adityanath (@myogiadityanath) January 27, 2023રાષ્ટ્રધર્મમાં જોડાઈએ તો દેશ સુરક્ષિત છે. જ્યારે આપણાં ધાર્મિક સ્થળોનો ધ્વસ્ત કરવામાં આવે છે તો ફરીથી તેનું પુન:નિર્માણ પણ કરવામાં આવે છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે. એક દિવ્ય અને ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં સીએમ યોગીએ એમ પણ કહ્યું કે, જો આપણા ધાર્મિક સ્થળોને કોઈપણ સમયગાળા દરમિયાન અપવિત્ર કરવામાં આવ્યું હોય તો તેને પુનઃસ્થાપિત કરવા માટે એક અભિયાન ચલાવવું જોઈએ.
તમે આ અભિયાનનો ક્રમ જોઈ રહ્યા હશો કે અયોધ્યામાં 500 વર્ષ પછી મોદીજીના પ્રયાસોથી આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે. આજે ભારતનું રાષ્ટ્રીય મંદિર ભગવાન રામના મંદિર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે આગામી એક વર્ષમાં રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજશે.
Comments
Post a Comment