કચ્છમાં ધડાકા સાથે ધરા ધ્રૂજી, સવારે 6.38 વાગ્યે 4. 5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં ફફડાટ

image : Envato

અમદાવાદ , તા.30 જાન્યુઆરી, 2023

કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. . જોકે આ વખતે એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર ભૂકંપ સાથે ધડાકાનો પણ અવાજ આવ્યો હતો જેના લીધે લોકો ભયભીત થઈ ગયા હતા. દુધઈ પાસે સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધી છે. ભૂકંપ આવવાથી લોકો સવાર-સવારમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો