ગાંધીનગરમાં આજે B-20 ઈન્સેપ્શન બેઠક યોજાશે, CM સહિત કેન્દ્રિય મંત્રી પણ રહેશે ઉપસ્થિત
Image : G20Gujarat Twitter |
ગાંધીનગર, 22 જાન્યુઆરી 2023, રવિવાર
PM મોદીના નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે G20ની અધ્યક્ષતા મળી છે. આ અતર્ગત આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી ત્રણ દિવસ સુધી ઈન્સેપ્શન બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યના જુદા જુદા સ્થળોએ કુલ 15 G20ની બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. રાજ્યમાં આ બેઠકમાં પહેલા B-20 ઈન્સેપ્શન બેઠક યોજાશે. આ બિઝનેસ-20 બેઠક આજથી 24 જાન્યુઆરી સુધી પાટનગરમાં યોજાશે. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં આવતીકાલે વિશેષ સેશનનું પણ આયોજન
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી શરુ થનાર B-20 ઈન્સેપ્શન બેઠકના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જી-20ના દેશના શેરપા અમિતાભ કાંત પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકોમાં આવતીકાલે એક વિશેષ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. ભારતને એક વર્ષ માટે જી-20ની અધ્યક્ષતા મળી છે. ગુજરાતમા અલગ અલગ સ્થળોએ જી-20 બેઠકો યોજાવાની છે અને તેના માટે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. જી-20 બેઠકમાં ટુરીઝમ મિનીસ્ટ્રીના અધિકારીઓ આ તૈયારીની સમીક્ષા કરશે.
Comments
Post a Comment