બોટાદમાં આજે રાજ્યક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે, CM અને રાજ્યપાલ ધ્વજ વંદન કરાવશે

Image : Ministry of Railways Twitter

દેશ આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે. ગુજરાતમાં આ વર્ષે પ્રજાસતાક પર્વની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવી છે.  બોટાદ ખાતે રાજય કક્ષાના પ્રજાસતાક દિને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજયપાલ આચાર્ય દેવવ્રત ધ્વજ વંદન કરાવશે. CM ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગઈકાલે બોટાદ ખાતે 74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ 'ધન્ય ધરા બોટાદ'નું આયોજન કરવામાં આવ્યુ હતું.

આજે ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ગુજરાત રાજ્યમાં આજે પ્રજાસત્તાક પર્વની અનેક જગ્યાએ ઉજવણી થશે. આજે ગુજરાતના રાજ્યકક્ષાનો પ્રજાસતાક દિવસ બોટાદમાં ઉજવાશે. આ પ્રજાસત્તાક પર્વમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજકોટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ધ્વજવંદન કરાવશે. જૂનાગઢમાં મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે, જામનગરમાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે, ભાવનગરમાં મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજ વદંન કરવામાં આવશે. અમરેલીમાં મંત્રી પરસોતમ સોલંકીના હસ્તે ધ્વજવંદન થશે. આ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટરોના હસ્તે ધ્વજવંદન થશે. આ વર્ષે પ્રજાસતાક દિવસે મંત્રીઓની સંખ્યા ઓછી હોવાથી મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા કલેકટરો દ્વારા પ્રજાસતાક દિન પર્વે ધ્વજવંદન કરવામાં આવશે. આજે પ્રજાસતાક દિવસે ધ્વજવંદન ઉપરાંત મહાનુભાવોના પ્રવચન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા છે.

સ્પીકર, મંત્રી સહિત કલેક્ટર ધ્વજ લહેરાવશે

ગુજરાતમાં આ વર્ષે પ્રજાસતાકની ઉજવણીમાં એક જિલ્લામાં સ્પીકર ધ્વજ ફરકાવશે જ્યારે જુદી જુદી જગ્યાએ 17 મંત્રીઓ તેમજ 15 ડિસ્ટ્રીકટમાં કલેકટર ધ્વજ લહેરાવશે. આજે રાજયમાં જુદા જુદા જિલ્લાઓમાં પ્રજાસતાક દિન પર્વની ઉજવણી થશે. આ વર્ષે મંત્રીઓની સંખ્યા ઓછી હોવાથી અનેક જિલ્લાઓમાં મંત્રીના બદલે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. રાજયના 18 જિલ્લાઓમાં એક સ્પીકર સહિત 17 મંત્રીઓ ધ્વજવંદન કરશે જયારે 15 જેટલા જિલ્લામાં જિલ્લા કલેકટર તિરંગો લહેરાવશે.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારોની જાહેરાત

આજે રાજ્ય સહિત દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે આ પર્વની પૂર્વ સંધ્યાએ 412 વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કારમાં 4 મરણોપરાંત સહિત 6 કીર્તિ ચક્રનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત 15 શૌર્ય ચક્ર, 92 સેના પદક, 29 પરમ વિશિષ્ટ સેવા પદક, 52 અતિ વિશિષ્ટ સેવા પદકની જાહેરાત કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે