બ્રિટનના PM સુનકે ચાલતી કારમાં સીટ બેલ્ટ હટાવતા વિવાદ, બાદમાં માફી માગવી પડી

Image : UK Prime Minister twitter

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે એક વીડિયો શૂટ દરમિયાન કારમાં સીટ બેલ્ટ ન બાંધતા વિવાદોમાં ફસાયા હતા. આ મામલે વિપક્ષી લેબર પાર્ટીએ તેમને નિશાન બનાવ્યા હતા. જોકે મામલે વિવાદ વધતાની સાથે જ પીએમ સુનકે માફી માગી લીધી હતી. સુનકે કહ્યું કે હું મારી ભૂલ સ્વીકારું છું.

બ્રિટિશ પીએમ ઋષિ સુનક ભારતીય મૂળના છે

ઉલ્લેખનીય છે કે બ્રિટિશ પીએમ ઋષિ સુનક ભારતીય મૂળના છે અને તેઓ અવાર-નવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. બ્રિટનના પીએમ બન્યા પછી તેમણે અનેક મોટા નિર્ણયો કર્યા હતા. જોકે આ વખતે તેઓ અન્ય કારણસર ચર્ચામાં આવ્યા છે. ખરેખર તો સુનકે ચાલતી કારમાં સીટ બેલ્ટ હટાવવાને લઈને માફી માગી હતી. તેમણે કહ્યું કે સીટ બેલ્ટ હટાવીને મેં ભૂલ કરી દીધી હતી. 

ઉત્તર ઈંગ્લેન્ડની મુલાકાત દરમિયાન થોડીકવાર માટે સીટ બેલ્ટ હટાવ્યો હતો

એક રિપોર્ટ અનુસાર સુનક ચાલતી કારમાં લોકોને જાગૃત કરવા માટે એક વીડિયો શૂટ કરી રહ્યા હતા ત્યારે તેમણે સીટ બેલ્ટ હટાવી દીધો હતો. બ્રિટિશ પીએમના પ્રવક્તાએ કહ્યું કે તેમણે  ઉત્તર ઈંગ્લેન્ડની મુલાકાત દરમિયાન થોડીકવાર માટે સીટ બેલ્ટ હટાવ્યો હતો.  ડાઉનિંગ સ્ટ્રિટના પ્રવક્તાએ કહ્યું કે સુનકે તેમની ભૂલ સ્વીકારી છે. પીએમ માને છે કે બધાએ સીટ બેલ્ટ બાંધવો જોઈએ. આ નિર્ણયમાં ભૂલ હતી. તેમણે એક વીડિયો બનાવવા માટે થોડાક સમય માટે જ સીટ બેલ્ટ હટાવ્યો હતો. એક વીડિયો અનુસાર બ્રિટિશ પીએમ સુનક આ વીડિયો ક્લિપમાં સુરક્ષા ઉપકરણો પહેર્યા વિના કેમેરા પર સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર ચાલી રહી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો