જાતીય સતામણી વિવાદ : બ્રિજભૂષણ શરણ પરના આરોપોની તપાસ માટે કમિટી રચાઈ, મેરી કોમ-યોગેશ્વર દત્ત પણ સામેલ

Image - Brij Bhushan Sharan Singh, Facebook

નવી દિલ્હી, તા.20 જાન્યુઆરી-2023, શુક્રવાર

કુસ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન વચ્ચે હાલ ચાલી રહેલા વિવાદમાં ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ મહત્વનો નિર્ણય કર્યો છે. IOAએ WFIના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ માટે 7 સભ્યોની સમિતિની રચના કરી છે, જેનું નેતૃત્વ મેરી કોમ કરશે. જ્યારે ઉપપ્રમુખ તરીકે અલકનંદા અશોક રહેશે. આ 7 સભ્યોની સમિતિમાં ડોલા બેનર્જી, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને 2 વકીલોનો પણ સમાવેશ કરાયો છે.

IOA એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બેઠક યોજાઈ

ભારતીય ઓલિમ્પિક સંઘ પ્રમુખે નિવેદન જારી કરી કહ્યું છે કે, IOA એક્ઝિક્યુટિવ કાઉન્સિલની તાકીદની બેઠક સાંજે 5.45 વાગ્યે ઑનલાઇન યોજાઈ હતી, જે સાંજે 7.30 વાગ્યા સુધી સતત દોઢ કલાક ચાલી હતી. આ બેઠકમાં પાંચ એથ્લેટ્સ વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા અને દીપક પુનિયાના ફરિયાદ અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં IOC એથ્લેટ્સ કમિશનના સભ્ય અભિનવ બિન્દ્રા અને શિવ કેશવન સહિત વિશેષ સભ્યો સામેલ થયા હતા.

IOAએ રમતગમત મંત્રાલય દ્વારા લેવાયેલા તાત્કાલિક પગલાંની પ્રશંસા કરી

આ બેઠકમાં મીડિયા ટ્રાયલના ગેરમાર્ગે દોરવામાં ન આવવા માટે સર્વસમતિ સધાઈ છે. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, પ્રિવેન્શન ઑફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઑફ વુમન એક્ટ-2013 મુજબ એક સમિતિની રચના કરવામાં આવે અને બંને પક્ષોને સાંભળવાના રહેશે. ત્યાર બાદ IOA પ્રમુખને રિપોર્ટ સોંપવાનો રહેશે. સમિતિને વહેલી તકે બેઠક યોજવા સૂચના આપી છે. IOAએ જણાવ્યું કે તે રમત-ગમત મંત્રાલય દ્વારા લેવાયેલા તાત્કાલિક પગલાંની પ્રશંસા કરે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો