અમેરિકાના કેલિફોર્નિયા અંધાધૂંધ ગોળીબાર બાદ, હુમલાખોરે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી
Image: Twitter official (LAPD HQ ) |
ગઈકાલે અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ચીનના નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલા ગોળીબારમાં 10 લોકોના મોત થયા હતા. કેલિફોર્નિયા પોલીસે જવાબી કાર્યવાહીમાં તપાસ હાથ ધરી હતી. હુમલાખોર અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો, જે બાદ હુમલાખોરે પોતાની જાતને તેની ગાડીમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હુમલાખોરની ઉંમર અહેવાલો મુજબ 72 વર્ષની કહેવામાં આવી રહી છે. જો કે હજી સુધીએ વાતની પુષ્ટિ નથી થઇ શકી કે આ ગોળીબાર ક્યાં કારણે થયો હતો. ગઈકાલે થયેલા આ સામૂહિક ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ થયા પણ થયા હતા. જે બાદ તેના બચાવને લઇ કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાષ્ટ્રપતિ બિડેને કેલિફોર્નિયા ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમેરિકન ધ્વજને નીચો ઉતારી લેવાનો આદેશ આપ્યો હતો.
આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. ગઈકાલે બનેલી ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ કાર્યવાહી હાથધરી હતી. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Comments
Post a Comment