ચીનમાં કોરોના બન્યો કાળ: છેલ્લા 7 દિવસમાં 13 હજાર લોકોના મોત
- ડેટા છુપાવવા બદલ વૈશ્વિક સ્તરે ચીનની ટીકા
બેઈજિંગ, તા. 22 ડિસેમ્બર 2023, રવિવાર
ચીનમાં કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, ત્યાં વસ્તીનો મોટો ભાગ લગભગ સંક્રમિત થઈ ગયો છે. ચીને હવે 13 થી 19 જાન્યુઆરી દરમિયાન લગભગ 13,000 નવા COVID-સંબંધિત મૃત્યુ નોંધાયા હોવાની સૂચના આપી છે. નિષ્ણાતોના મતે દેશભરમાં સંક્રમણનું મોજું પહેલેથી જ ચરમસીમા પર છે.
60 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે
ચીનના સત્તાવાર આંકડા મુજબ 12 જાન્યુઆરી સુધી ત્યાં 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ ચીને આ આંકડા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે શેર કર્યા હતા. ડેટા છુપાવવા બદલ વૈશ્વિક સ્તરે ચીનની ટીકા થઈ રહી છે.
બીજી તરફ ઝીરો કોવિડ નીતિ વિરુદ્ધ ગયા વર્ષે નવેમ્બરમાં બેઈજિંગમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ભારે વિરોધને જોતા ચીને મોટા પાયે લોકડાઉન હટાવી લીધું હતું. કોવિડ પરીક્ષણ અને મુસાફરી પરના નિયંત્રણો હટાવ્યા બાદ તરત જ ઓમિક્રોનનો નવો પેટા વેરિઅન્ટ ચીનમાં ઝડપથી ફેલાવા લાગ્યો છે.
ચીન શરૂઆતથી જ કોરોના મૃત્યુઆંક છુપાવી રહ્યું છે. જ્યારથી કોરોના મહામારી ફેલાય રહી છે ત્યારથી ચીને જણાવ્યું કે અહીં માત્ર 5 હજાર લોકોના મોત થયા છે. અધિકારીઓનું માનવું છે કે, છેલ્લા એક મહિનામાં એક દિવસમાં પાંચથી ઓછા મૃત્યુ નોંધાયા છે પરંતુ અંતિમ સંસ્કાર માટે લાંબી કતારો અને હોસ્પિટલમાં ઉમટેલી ભીડ કંઈક બીજું જ કહી રહી છે.
Comments
Post a Comment