અમદાવાદના વેજલપુરમાં 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી, 8 લોકો દટાયા, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે


અમદાવાદનાં વેજલપુરમાં 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયાના સમાચાર મળી રહ્યા છે.  વેજલપુર સોનલ સિનેમા પાસે આવેલ યાશમીન ફ્લેટની અંદર આવેલા ગોલ્ડન ફ્લેટ ધરાશાયી થયો છે.  ત્યારે આ અંગેની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર બ્રિગ્રેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. કાટમાળમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


અંદાજે સાત થી દશ લોકો કાટમાળમાં ફસાયા ની આશંકા

વેજલપુર વિસ્તારમાં આવેલ સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટની અંદર આવેલા યાશમીન ફ્લેટની અંદર આવેલા ગોલ્ડન ફ્લેટ ધરાશાયી થયો છે. અગાઉ ગોલ્ડન ફ્લેટ જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતો. તેથી મોટા ભાગના પરિવારોએ પહેલેથી જ ફ્લેટ ખાલી કરેલ હતો. તેમજ એક કે બે પરિવારો ફ્લેટમાં રહેતા હતા. તેથી અંદાજે સાતથી દશ લોકો કાટમાળમાં ફસાયાની આશંકા છે. 


હાલ કોઈ જાનહાની થઇ નથી

વેજલપુરના પીઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તમામ લોકો સુરક્ષીત છે. હાલ કોઈ જાનહાની થઈ નથી.


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન