બેંકોમાં પડેલા ૩૫૦૦૦ કરોડ રુપિયાનું કોઇ દાવેદાર નથી. હવે સરકાર કરશે આવું આયોજન


નવી દિલ્હી,૧૧ મે ૨૦૨૩,ગુરુવાર 

 ભારતની જાહેર ક્ષેત્રની બેંકોમાં અઢળક નાણુ પડયું છે જેનું કોઇ દાવેદાર નથી. એક વાર મુકયું પછી ભૂલી ગયા કે શું થયું એ ખબર નથી પરંતુ આ રકમ નાની સુની નથી ૩૫૦૦૦ કરોડ રુપિયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર થોડાક સમય પહેલા આ નાણાના સેટલમેંટનો સરકારે નિર્ણય કર્યો છે. પબ્લિક સેકટરની બેંકોમાં ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં કલેઇમ નગરની અધધ.. ૩૫૦૦૦ કરોડની રકમ રિઝર્વ બેંકને ટ્રાન્સફર કરવામાં આવી છે. 

આ રકમ જે ખાતામાં છેલ્લા ૧૦ કરતા પણ વધુ સમયથી કોઇ પણ પ્રકારનું લેણદેણ થયું નથી તે છ. આ રકમ અલગ અલગ બેંકોના ૧૦.૨૪ કરોડ ખાતાઓમાં જોવા મળી હતી.  નાણામંત્રીએ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં આને લઇને એક વિશેષ અભિયાન ચલાવવાનો સંકેત આપ્યો હતો. આ રકમ બેંકિંગ શેર,ડિવિડન્ટ,મ્યૂચ્યૂઅલ ફંડ અથવા તો ઇન્શયોરસ રકમ સ્વરુપે પડી છે. આ રકમને સંબંધિત વ્યકિત સુધી પહોંચાડવા માટે ફૂલપ્રુફ આયોજન કરવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે અન કલેઇમ રકમ પડી રહેવાનું કારણ ખાતાધારક ભૂલી ગયા હોય અથવા તો તેમની હયાતી ના હોય અને પરીવારના સભ્યોને જાણ ના હોય તેવું બની શકે છે. 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .