યુદ્ધ વચ્ચે રશિયાનું મોટું નુકસાન, યુક્રેને તેની સરહદે રશિયાના બે વિમાન અને બે હેલિકોપ્ટર તોડી પાડ્યા

image : Twitter / Representative  Image 


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બંને તરફથી ભારે નુકસાન થઈ રહ્યું છે. આ સંઘર્ષ હવે ક્યારે અટકશે તે અંગે કોઈ કંઈ કહી શકે તેમ નથી. આ દરમિયાન એક અહેવાલ અનુસાર યુક્રેનની સરહદે બે રશિયન ફાઈટર જેટ અને અને બે સૈન્ય હેલિકોપ્ટર તોડી પડાયાના અહેવાલ આવ્યા છે.

જુઓ કયા કયા વિમાન અને હેલિકોપ્ટરને નિશાન બનાવાયા 

અહેવાલ અનુસાર સૂ-34 ફાઈટર બોમ્બર, સૂ-35 ફાઈટર જેટ અને બે એમઆઈ-8 હેલિકોપ્ટરને પૂર્વોત્તર યુક્રેનની નજીક બ્રાન્સ્ક ક્ષેત્રમાં ઘાત લગાવીને નિશાન બનાવાયા અને એકસાથે તોડી પડાયા હતા. આ દરમિયાન રશિયાના સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં યુક્રેનની સરહદે આવેલા બ્રાન્સ્ક ક્ષેત્રમાં એક હેલિકોપ્ટરને તોડી પડાતા જોઈ શકાય છે. 

યુક્રેને આ હુમલાની પુષ્ટી નથી કરી 

એક અહેવાલ અનુસાર ફાઈટર વિમાનોને યુક્રેનના ચેર્નિહાઈવ ક્ષેત્રમાં લક્ષ્યો પર એક મિસાઈલ અને બોમ્બ હુમલો કરવાનો હતો અને હેલિકોપ્ટર તેનું પુનરાવર્તન કરવા માટે હતા પણ તેના પહેલા જ તેમને નિશાન બનાવી લેવાયા. જોકે યુક્રેન તરફથી આ મામલે અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટી કરાઈ નથી. સામાન્ય રીતે યુક્રેન રશિયાની અંદર હુમલાના અહેવાલોને નકારતું રહે છે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન