હાર બાદ CM બસવરાજ બોમ્માઇએ આપ્યું રાજીનામું, યેદિયુરપ્પાએ કહ્યું- દુઃખી થવાની જરૂર નથી


કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવન ખાતે કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપ્યું છે. બોમ્માઇએ કહ્યું કે, મેં મારું રાજીનામું સુપરત કર્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 136 બેઠકો મળી છે, જ્યારે ભાજપને 65 બેઠકો મળી છે.

કાર્યકરોએ દુઃખી થવાની જરૂર નથી: બીએસ યેદિયુરપ્પા

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, અમે હાર સ્વીકારીએ છીએ. 2 બેઠકોથી સફર શરૂ કરનાર ભાજપ આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. એટલા માટે કાર્યકરોએ દુઃખી થવાની જરૂર નથી. આ જીત બાદ કોંગ્રેસ પાર્ટીએ રિપોર્ટ કાર્ડ જારી કર્યું છે. અને જીતનો શ્રેય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને આપ્યો છે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન