પાકિસ્તાનમાં વરસાદ બન્યું આફત, ખૈબર પખ્તૂનખ્વાં અને પંજાબમાં 28ના મોત, 140થી વધુ લોકો ઘવાયા

image : Twitter


પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં શનિવારે ભારે વરસાદને કારણે 28 લોકો મૃત્યુ પામ્યા અને 140થી વધુ લોકો ઘાયલ થયા હતા. વરસાદને કારણે અનેક મકાનો, વૃક્ષો ધરાશાયી તથા વીજળીના થાંભલા પણ પડી ગયા હતા. વડાપ્રધાન શાહબાઝ શરીફે મોટી જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.

જુઓ કયા કયા જિલ્લાઓમાં થઇ અસર 

અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદ અને કરા પડવાને કારણે ખૈબર પખ્તુનખ્વાના બન્નુ, લક્કી મારવત, ડેરા ઈસ્માઈલ ખાન અને કરક જિલ્લામાં 25 લોકોના મોત અહેવાલ મળ્યા છે. પંજાબના ખુશાબ જિલ્લાના એક ગામમાં, ઘરની દિવાલ ધરાશાયી થતાં ત્રણ છોકરીઓ કચડાઈને મૃત્યુ પામી હતી. રાહત અધિકારી ખતીર અહેમદે જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક રાહત આપવામાં આવી રહી છે.

ગત વર્ષે પણ આવ્યું હતું ભીષણ પૂર  

ગત વર્ષે પણ પાકિસ્તાનમાં ચોમાસાના વરસાદ બાદ આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી અને 1700 થી વધુ લોકોના જીવ લીધા હતા અને ત્રણ કરોડથી વધુ લોકોને અસર કરી હતી. લાખો લોકોને પણ વિસ્થાપિત થવું પડ્યું હતું.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન