ચંદ્રયાન-3 લેન્ડ થાય તે પહેલા ચંદ્ર પર 6 મિશન એક્ટિવ, જાણો ઈસરોના મિશન માટે કેટલો મોટો ખતરો ?

નવી દિલ્હી, તા.13 ઓગસ્ટ-2023, રવિવાર

ભારતનું મિશન ચંદ્રયાન-3ને ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડ કરવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. ચંદ્ર પર ચંદ્રયાન-3 લેન્ડ થવાની તારીખ 23 ઓગસ્ટ નિર્ધારીત કરાઈ છે. ઉપરાંત રશિયાએ તાજેતરમાં જ હાથ ધરેલું મૂન મિશન લૂના-25 પણ તે જ સમયે લેન્ડિંગ કરે તેવી સંભાવના છે. રશિયાનું લૂના-25 11મી ઓગસ્ટે અંતરિક્ષમાં મોકલાયું હતું, જ્યારે 14 જુલાઈએ ચંદ્રયાન-3 અંતરિક્ષમાં જવાના રવાના કરાયું હતું, જે ચંદ્રની નજીક પહોંચી ગયું છે. જોકે તે પહેલા ‘મિશન મૂન’ને લઈ મોટા અહેવાલો સામે આવ્યા છે. જો આપણે એવું વિચારતા હોય કે, ચંદ્ર પર ભારત અને રશિયા સિવાય અન્ય કોઈ મિશન નહીં હોય... તો તે તદ્દન ખોટી વાત છે... ચંદ્ર અગાઉથી જ ઘણા મિશનોથી ભરેલો છે, જેમાં ઓર્બિટરથી લઈને લેન્ડર અને રોવર્સ પણ સામેલ છે. ચંદ્ર પર હાલ 6 મિશન એક્ટિવ છે. તો મહત્વની બાબત એ છે કે, શું આ 6 એક્ટિવ મિશનના કારણે ચંદ્રયાન-3ને ખતરો છે ? તો જાણીએ કયા કાય છે આ 6 એક્ટિવ મિશન...

જુલાઈ-2023 સુધીમાં વિવિધ એજન્સીઓના આ 6 મિશન ચંદ્ર પર એક્ટિવ : ઈસરો

(1) નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ના 2 મિશન, જેને આર્ટેમિસ પી1 અને આર્ટેમિસ પી2ના નામથી ઓળખવામાં આવે છે. આ મિશન અગાઉથી જ ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરી રહ્યા છે.

(2) નાસાનું ચંદ્ર ટોહી ઓર્બિટર (LRO) ચંદ્રની ચારેકોર લગભગ ધ્રુવીય, આંશિક લંબગોળ માર્ગને શોધી રહ્યો છે.

(3) ઈસરોનું ચંદ્રયાન-2 અને કોરિયા પાથફાઉન્ડર લૂનર ઓર્બિટર (કેપીએલઓ) બંને 100 કિલોમીટર ઊંચાઈએ ધ્રુવીય ભ્રમણકક્ષામાં નેવિગેટ કરે છે.

(4) નાસાનું કેપસ્ટોન 9:2 રેઝોનન્ટ દક્ષિણી એલ2 એનઆરએચઓ હવાના માર્ગને અનુસરે છે, જે ચંદ્રના ઉત્તર ધ્રુવ પર 1500-1600 કિલોમીટરની અને દક્ષિણ ધ્રુવ પર લગભગ 70,000 કિમીની ઊંચાઈએ ઉડી રહ્યું છે.

ઉપરાંત 2009માં જાપાનનું કાયુગા/સેલેન મિશનનું અવકાશયાન ઓઉના અને 2008માં ભારત દ્વારા લોન્ચ કરાયેલ ચંદ્રયાન-1 હવે કામ કરી રહ્યું નથી.

અન્ય તમામ ઓર્બિટર અથવા તો ચંદ્રમાંથી બહાર જતા રહ્યા છે અથવા તો ચંદ્રની સપાટી પર ઉતર્યા છે અને પ્રભાવિત થયા છે.... આ મિશનો નિષ્ફળતાના કારણે સંબંધિત સ્પેસ એજન્સીઓ સાથે સંપર્ક ગુમાવી ચુક્યા છે. જ્યારે ચીનનો ચાંગ‘ઈ-4 મિશન માટેનો એક ડેટા રિલે ઉપગ્રહ ક્યૂકિયા 2018માં લોન્ચ બાદ પૃથ્વી-ચંદ્ર એલ2 હેલો કક્ષામાંથી ખસીને ક્યાંક જતું રહ્યું હતું.

ચંદ્રની સપાટી પર કયા કાય લેન્ડર

વર્તમાનમાં ચંદ્રની સપાટી પર ચાંગ‘ઈ-4 દ્વારા અંતરિક્ષમાં મોકલાયેલ ચીનનું એકમાત્ર યુતુ-2 રોવર ઓપરેટિંગ રોવર તરીકે કાર્યરત છે, જેનાથી ચંદ્રથી દૂરના ભાગોનું સંશોધન ચાલી રહ્યું છે.

શું આ મિશનો સાથે ચંદ્રયાન-3 અથડાવાની સંભાવના છે ?

ચંદ્રની સપાટી પર ઘણા અવકાશયાન છે, જે ક્યારેક ક્યારેક ઓવરલેપિંગ રૂટ્સના કારણે એક-બીજાની નજીક આવતા હોય છે. ઈસરોના જણાવ્યા મુજબ આમ થવાથી ટકરાવાની પણ સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી બચવા માટેના ઉપાયો અપનાવાવમાં આવે છે. ઈસરોએ કહ્યું કે, ચંદ્રયાન-2એ એલઆરઓ અને કેપીએલઓ સાથે અથડાવાની સ્થિતિની રોકવા માટેના 3 પગલા ઉઠાવ્યા છે. ઈસરોએ એક નિવેદનમાં કહ્યું કે, ચંદ્રની સપાટી પર કે ચંદ્રની ભ્રમણકક્ષામાં ઉપરોક્ત પડકારો ટાળવા વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન થતું રહે છે. ચંદ્રયાન-3 મિશન માટેનું પ્રસ્તાવિત મોડ્યૂલ આવનારા ઘણા વર્ષો સુધી લગભગ 150 કિલોમીટરની ઊંચાઈએ ગોળાકાર એલએલઓમાં ચંદ્રની ચારેકોર ભ્રમણ કરવાની આશા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો