VIDEO : ભારે વરસાદથી હિમાચલની ભયાનક સ્થિતિ, હવામાં લટકી ગયા પાટા, વહી ગયો આખો ટ્રેક

શિમલા, તા.14 ઓગસ્ટ-2023, સોમવાર

ભારે વરસાદના કારણે હિમાચલની હાલત અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે. રાજ્યમાં ભુસ્ખલનને કારણે પણ ઘણી ખાના ખરાબી સર્જાઈ છે. ઉપરાંત રાજ્યમાં ભયાનક પુર જેવી સ્થિતિ વચ્ચે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલ હિમાચલમાં ભારે વરસાદને લઈ અનેક વીડિયો સામે આવ્યા છે, જોકે હાલ એક એવો ભયાનક વીડિયો વાયરલ થયો છે, જેમાં હવામાં પાટા લટકી રહ્યા છે, પુરના પાણીમાં આખો રેલવે ટ્રેક વહી ગયો છે. 

પાણીમાં વહી ગયો જુતોગ અને સમર હિલ સ્ટેશન વચ્ચે ટ્રેક

દરમિયાન હિમાચલ પ્રદેશમાં કાલકા શિમલા રેલવે ટ્રેકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અહીં ભારે વરસાદના કારણે જુતોગ અને સમર હિલ સ્ટેશન પરને ટ્રોક વહી ગયો છે. ટ્રેક વહી જવાના કારણે અહીંથી આવતી ટ્રેનો પણ સંપૂર્ણ થંભી ગઈ છે. રાજ્ય સરકારે કહ્યું કે, કંડાઘાટ શિમલા વચ્ચે ટ્રેનોનો રૂટ રદ કરવામાં આવ્યો છે.

હિમાચલમાં ભારે વરસાદ-ભૂસ્ખલનને કારણે 50થી વધુના મોત

હિમાચલમાં સતત વરસાદ અને હડસેલા લેતી નદીઓના કારણે મૃતકોની સંખ્યામાં 50ને પાર પહોંચી ગઈ છે. વરસાદના કારણે શિમલામાં ભુસ્ખલન બાદ કાટમાળ હેઠળ આવી જવાના કારણે 9 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુક્ખૂએ કહ્યું કે, સમર હિલ વિસ્તારમાં શિવ મંદિર પાસે ભૂસ્ખલન થવાથી 9 લોકોના મોત થયા છે. ફાગલીમાં પણ ઘણા મકાનો ધરાશાઈ થયા છે. જ્યારે સોલનમાં વાદળ ફાટતા એક જ પરિવારના 7 લોકોના મોત નિપજ્યા છે.

સ્વતંત્રતા દિવસ પર રાજભવન ખાતે 'એટ હોમ' કાર્યક્રમ મોકૂફ 

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા શિમલામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચ્યા જ્યાં 20-25 લોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યપાલે કહ્યું, 'રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે પરંતુ સ્વતંત્રતા દિવસ પર રાજભવન ખાતે 'એટ-હોમ' કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

રાજ્યમાં 751થી વધારે રસ્તાઓ બંધ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 751 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 4697 પાવર ટ્રાન્સફોર્મર અને 902 પાણી પુરવઠા યોજનાઓ બંધ કરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદ સિંહ સુક્ખુ દુઃખ વ્યક્ત કર્યું 

રાજ્યમાં ભારે વરસાદને પગલે આજે તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદ સિંહ સુક્ખુએ કહ્યું કે, શિવ મંદિરમાં થયેલી દુર્ઘટનાની જાણકારીથી તેઓ દુખી છે. સ્થાનિક પ્રશાસન ત્યાં કાટમાળ હટાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. કાટમાળ નીચે હજુ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી સુખુએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને માહિતી લીધી હતી. આ સિવાય રાજ્યના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે