ISROની મોટી સફળતા : ચંદ્ર પર જીવનની આશા જીવંત બની.... પ્રજ્ઞાન રોવરે ઓક્સિજન શોધી કાઢ્યું... અન્ય 8 તત્વો પણ મળ્યા

નવી દિલ્હી, તા.29 ઓગસ્ટ-2023, મંગળવાર

ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે કમાલ કરી બતાવ્યો છે... જે વિશ્વભરના વૈજ્ઞાનિકો ન કરી શક્યા તે ભારતે કરી બતાવ્યું છે... આજે ચંદ્રની સપાટી પર ISROને મહત્વનું સફળતા હાંસલ થઈ છે.... વિક્રમ લેન્ડરના મિત્ર પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર ઓક્સિજનની શોધ કરી દીધી છે... પ્રજ્ઞાન રોવરે જીવન માટે સૌથી જરૂરી ઓક્સિજનને ચંદ્ર પર શોધી કાઢ્યો છે... ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આજે જણાવ્યું કે, પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્ર પર ઓક્સિજન હોવાની પુષ્ટિ થઈ છે. પ્રજ્ઞાન રોવરમાં લગાવાયેલ ‘લેજર-ઈડ્યૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ’ (LIBS) ડિવાઈસ દ્વારા ઓક્સિજન શોધી કાઢવામાં આવ્યું છે. રોવરે ચંદ્રના સાઉથ પોલ પર લગભગ સલ્ફર હોવાની પણ પુષ્ટિ કરી છે.

પ્રજ્ઞાન રોવરે ઓક્સિજન ઉપરાંત 8 મોટી શોધ કરી

ઈસરો દ્વારા બહાર પડાયેલ નિવેદનમાં જણાવાયું છે કે, ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરમાં લગાવાયેલ એલઆઈબીએસ ડિવાઈઝ દ્વારા સાઉથ પોલ પર ચંદ્રની સપાટીની સંરક્ષનાની પ્રથમવાર તપાસ કરવામાં આવી... આ દરમિયાન સાઉથ પોલ પર સલ્ફર (S) હોવાની પુષ્ટી થઈ છે... ઈસરોએ કહ્યું કે, રોવરના સ્પેક્ટ્રોસ્કોપે અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ (A), કેલ્શિયમ (C), આયર્ન (Fe), ક્રોમિયમ (Cr), ટાઈટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન શોધી કાઢ્યું છે... હાલ હાઈડ્રોજનની શોધ ચાલી રહી છે.

ઓક્સિજનની શોધ કેવી રીતે કરવામાં આવી ?

ઈસરોએ જણાવ્યું કે, એલઆઈબીએસ એક વૈજ્ઞાનિક ટેકનોલોજી છે.... આ ટેકનોલોજીથી કોઈ મટિરિયલ પર લેજર પ્લસથી ટાર્ગેટ કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. જોરદાર ઊર્જા ધરાવતી લેજર પ્લસ મટિરિયલની સપાટીના એક ભાગમાં ફોકસ કરે છે... આ મટિરિયલ કોઈ ખડક અથવા માટી પણ હોઈ શકે છે... આ દરમિયાન લેજર પ્લસ ખુબ જ ગરમી અને પ્લાજ્મા ઉત્પન્ન કરે છે અને તેનાથી મટિરિયલની રચના બનાવે છે...

જ્યારે લેઝર પ્લસનો ઉપયોગ થાય છે, તો પ્લાજ્મા લાઈટ ઉત્પન્ન થાય છે, જેને ડિટેક્ટર્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે... વાસ્તવમાં તમામ મટિરિટલ પ્લાજ્માવાળી સ્થિતિમાં જાય ત્યારે એક ખાસ પ્રકારની લાઈટ ઉત્પન્ન થાય છે... જેના આધારે સામે આવે છે કે, તે મટિરિયલમાં કયા કયા તત્વો છે... આ સમગ્ર પ્રક્રિયા દ્વારા જ ચંદ્રના સાઉથ પોલની માટીમાં ઓક્સિજન, સલ્ફર જેવા તત્વોની શોધ કરાઈ છે...

પ્રજ્ઞાન રોવરે મોકલ્યો ખાસ મેસેજ

આ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર LVM3-M4/CHANDRAYAAN-3 MISSION નામના એકાઉન્ટ પર પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવાયું છે કે, ‘હેલ્લો પૃથ્વીવાસીઓ... હું ચંદ્રયાન-3નો પ્રજ્ઞાન રોવર છું... આશા કરુ છું કે, તમે બધા સ્વસ્થ હશો... હું તમામને જણાવવા માંગુ છું કે, હું ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવા મારા રસ્તા પર છું... હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છીએ... અમારી સ્થિતિ સારી છે... સૌથી શ્રેષ્ઠ પરિણામ ટુંક સમયમાં આવશે...’

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો