ચંદ્રયાન-3ની સફળતા બાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા ISRO ચીફ એસ.સોમનાથ, કહ્યું ‘હું ધર્મગ્રંથ પણ વાંચુ છુ અને...’

Image - ians

તિરુવનંતપુરમ, તા.27 ઓગસ્ટ-2023, રવિવાર

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROના ચીફ એસ.સોમનાથ આજે તિરુવનંતપુરમમાં પૂર્ણમિકવુ ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા-અર્ચના કર્યા બાદ કહ્યું કે, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંને જુદી જુદી બાબતો છે અને બંનેને મિલાવવાની કોઈ જરૂર નથી. એસ.સોમનાથે કહ્યું કે, હું કે સંશોધનકર્તા છું... હું ચંદ્ર વિશે સંશોધન કરું છું... વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેનું સંશોધન કરવું, તે મારા જીવનની યાત્રાનો એક ભાગ છે... હું ઘણા મંદિરોમાં જાઉ છું... ઘણા ધર્મગ્રંથો વાંચુ છું અને બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વ વિશે સંશોધન કરવાના પ્રયત્નો કરું છું.

ઈસરોના વડાએ ચંદ્રયાન-3 અંગે પણ આપી મહત્વની માહિતી

ચંદ્રયાન-3 અંગે ઈસરોના ચેરમેને મીડિયાને જણાવ્યું કે, ચંદ્રની સપાટી પર બધુ જ સારી રીતે કામ થઈ રહ્યું છે. લેન્ડર-રોવર પણ સારી સ્થિતિમાં છે અને તમામ પાંચ ઉપકરણો શરૂ કરી દેવામાં આવ્યા છે... તેનાથી સારા ડેટા પણ મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમને આશા છે કે, આગામી 3 સપ્ટેમ્બર પહેલા અમે તમામ પ્રયોગો પૂર્ણ કરી લઈશું... આમાં જુદા જુદા મોડ છે અને તે માટે ટેસ્ટ પણ કરવાના છે. અમે ચંદ્રની અત્યાર સુધીની શ્રેષ્ઠ તસવીરો લઈ રહ્યા છીએ.

શિવશક્તિ નામમાં કંઈપણ ખોટું નથી

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને શિવશક્તિ નામ આપવા પર એસ.સોમનાથે કહ્યું કે, વડાપ્રધાને નામનો અર્થ એ રીતે સમજાવ્યો કે, આપણા બધા માટે તે યોગ્ય છે... મને લાગે છે કે, આમાં કંઈપણ ખોટું નથી... ઈસરોના વડાએ જણાવ્યું કે, તેમણે (પીએમ) ચંદ્રયાન-2એ 2019માં ચંદ્રની સપાટી પર જે જગ્યાએ ચિન્હો છોડ્યા હતા, તેને તિરંગા પોઈન્ટ નામ આપ્યું અને તેનો અર્થ પણ સમજાવ્યો... બંને ભારતીય નામ છે... આપણે જે કરી રહ્યા છીએ, તેનું એક મહત્વ હોવું જોઈએ અને દેશના વડાપ્રધાન હોવાના કારણે આ નામ રાખવાનો તેમને વિશેષાધિકાર છે...

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો