VIDEO : ગ્રેટર નોઈડામાં માતા-પુત્રી વિફરી, 3 લોકો પર કાર ચઢાવી દીધા બાદ ભીડ સાથે બબાલ કરી

ગ્રેટર નોઈડા, તા.22 ઓગસ્ટ-2023, મંગળવાર

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ત્રણ લોકો પર કાર ચઢાવી દીધા બાદ મારીમારી કરવાની ઘટના સામે આવી છે. ગ્રેટર નોઈડા સ્થિત ગૌર સિટીમાં એક મહિલાએ સોસાયટીની અંદર જતી વખતે તેની કાર ત્રણ લોકો પર ચઢાવી દીધી, જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ લોકોની ભીડ એકઠી થઈ હતી, જેને જોઈ અકસ્માત સર્જનાર મહિલા અને તેની પુત્રીએ લોકો સાથે રકઝક કરી મારામારી કરવા લાગી હતી.

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઘટના અંગેનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયો મુજબ ગ્રેટર નોઈડા વેસ્ટમાં આવેલ ગૌર સિટીમાં એક મહિલાએ ફર્સ્ટ એવન્યુ સોસાયટીમાં જતી વખતે ગેટ સામે ઉભેલા ત્રણ લોકો પર તેની કાર ચઢાવી દીધી હતી. અકસ્માતમાં 2 સિક્યુરિટી ગાર્ડ અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. અકસ્માત બાદ ભીડ એકઠી થઈ ગઈ તો મહિલા અને તેની પુત્રી લોકો સાથે રકઝક કરવા લાગી અને હંગામો કર્યો.

અકસ્માતમાં માફી માગવાના બદલે માતા-પુત્રીએ હંગામો કર્યો

લોકો પર કાર ચઢાવી દીધાના સીસીટીવી ફુટેજ ઉપરાંત મહિલા અને તેની પુત્રીએ હંગામો કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, એક મહિલા કાળા રંગની હોંડા સિટી કાર લઈને ફર્સ્ટ એવન્યુના ગેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. અચાનક તેની ગાડી સાઈડમાં બેઠેલા સિક્યુરિટી ગાર્ડ તરફ વડી જાય છે અને તેમને કચડી નાખે છે.

મહિલા અને તેની પુત્રીએ ત્યાં હાજર લોકો સાથે રકઝક કરી

મળતા અહેવાલો મુજબ, મહિલા કાર શીખી રહી હતી, તે દરમિયાન આ અકસ્માત થયો છે. ઘટનાસ્થળે પહોંચેલ સોસાયટીની સિક્યોરિટી ટીમ અને અન્ય લોકોએ મહિલા અને તેની પુત્રી સાથે રકઝક કરી અને હોબાળો મચાવ્યો... ત્યારે મહિલા અને તેની પુત્રીએ ત્યાં હાજર લોકોને કહ્યું કે, તમે જ આ લોકોને હોસ્પિટલ લઈ જાવ અને જે કરવું હોય તે કરો... હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો