જ્યોર્જિયાની ચૂંટણીમાં ફ્રોડ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ, 20 જ મિનિટમાં મુક્ત

image : Facebook 

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુરુવારે  છેતરપિંડી અને દક્ષિણી રાજ્યમાં 2020 ની ચૂંટણીના પરિણામોને ઉથલાવી દેવાના ષડયંત્રના આરોપમાં જ્યોર્જિયા જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટની બહાર સૂત્રોચ્ચાર  

અહેવાલ અનુસાર, તેના વિરોધમાં જેલની બહાર એકઠા થયેલા દેખાવકારોએ ડિસ્ટ્રિક્ટ એટર્ની ફેની વિલિસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જેમણે ટ્રમ્પ અને 18 અન્ય લોકો પર ચૂંટણીની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે.

આ વર્ષે ચોથી વખત ટ્રમ્પનું આત્મસમર્પણ

જ્યોર્જિયામાં ટ્રમ્પનું આત્મસમર્પણ આ વર્ષે ચોથી વખત છે જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિએ તેમની સામેના ગુનાહિત આરોપો દાખલ કર્યા પછી પોતાને સ્થાનિક અથવા ફેડરલ સત્તાવાળાઓ  સામે સરેન્ડર કર્યું છે. 

ટ્રમ્પે કહ્યું - મેં કંઈ જ નથી કર્યું 

ફુલ્ટન કાઉન્ટી જેલમાં કેસ નોંધાવા અને ફોટો પડાયા બાદ એટલાન્ટાથી બહાર નીકળવાની તૈયારી કરી રહેલા ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે અહીં જે થયું છે તે ન્યાયની મજાક છે. અમે કંઇ ખોટું નથી કર્યું. મેં કંઈ જ ખોટું નથી કર્યું. એ લોકો જે કરી રહ્યા છે તે ચૂંટણીમાં હસ્તક્ષેપ છે.

20 મિનિટ બાદ જેલથી બહાર આવ્યા 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જ્યોર્જિયા જેલમાં ધરપકડ કરાઈ હતી. જોકે ટ્રમ્પને 2 લાખ અમેરિકી ડૉલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેના પછી તેઓ ન્યુજર્સી માટે રવાના થઈ ગયા હતા. ટ્રમ્પની ધરપકડ કરાયા બાદ જેલ દ્વારા તેમનું મગશોટ જાહેર કરાયું હતું. જોકે 20 જ મિનિટ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે