ADITYA-L1 લોન્ચિંગનું કાઉન્ટડાઉન આજે થશે શરૂ, સૂર્ય મિશન અંગે ISRO ચીફે આપી માહિતી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સૂર્ય મિશન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે, ઈસરોની ટીમે લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ કરી લીધું છે. રોકેટ અને સેટેલાઇટ તૈયાર છે. શુક્રવારે આપણે પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ કરવાનું છે.
ક્યારે ઉડાન ભરશે?
સૂર્યનો અભ્યાસ કરવા માટે, 'આદિત્ય-એલ1' મિશન 2 સપ્ટેમ્બરે રાત્રે 11:50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન દ્વારા ISRO એક વેધશાળા મોકલી રહ્યું છે, જે સૂર્યનો અભ્યાસ કરશે.
ભારતનું પ્રથમ સૂર્યમિશન
આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન હશે. આદિત્ય-L1 અવકાશયાન સૂર્યના કોરોનાના દૂરસ્થ અવલોકનો માટે અને L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનો વાસ્તવિક અભ્યાસ કરવા માટે બનાવાયો છે. આ સ્થળ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશનને લેગ્રાંગિયન પોઈન્ટ-1 (L1) સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. લેગ્રાંગિયન પોઈન્ટ-1 એ એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.
Comments
Post a Comment