ઓડિશામાં આકાશમાંથી વીજળી પડતાં સરકારી શાળાના 16 સ્ટુડન્ટ્સ ઘવાયા, હાલત ખતરાથી બહાર

image  : Pixabay


ઓડિશાના કેન્દ્રપારા જિલ્લામાં શનિવારે વીજળી પડવાથી સરકારી શાળાના 16 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે ગારદપુર બ્લોકમાં કુડાનગરી આદર્શ વિદ્યાલય પાસે 11 KV પાવર લાઇન પર વીજળી પડી હતી. આ વીજળીની અસર એટલી જોરદાર હતી કે સ્કૂલ હોસ્ટેલના એક રૂમમાં હાજર વિદ્યાર્થીઓને પણ કરંટ લાગ્યો હતો 

ઘાયલોમાં 14 છોકરીઓ સામેલ 

પોલીસે જણાવ્યું કે વીજળી પડવાથી ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં બે છોકરાઓ અને 14 છોકરીઓનો સમાવેશ થાય છે. તમામ ઘાયલો છ અને સાત ધોરણના વિદ્યાર્થીઓ છે. મળતી માહિતી મુજબ, ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ડો.પ્રશાંત કુમાર જેનાએ જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓની હાલત ખતરાની બહાર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો