USના લુઈસવિલેમાં રેસ્ટોરાં સિક્યોરિટી અને ફૂટપાથ પર ઊભેલા લોકો વચ્ચે ગોળીબાર, 1નું મોત, 6 ઘવાયા

image : Envato


અમેરિકાના કેંટુકી રાજ્યના ડાઉનટાઉન લુઈસવિલે વિસ્તારમાં એક રેસ્ટોરામાં બેફામ ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો જ્યારે 6 અન્ય લોકો ઘવાયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. 

એકની હાલત ગંભીર 

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે એક વ્યક્તિ મૃત હાલતમાં મળ્યો અને પાંચ અન્યને પણ ગોળી વાગી હતી. જેમાં એકની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. અહેવાલ અનુસાર ગોળીબાર સાથે સંકળાયેલો છઠ્ઠો વ્યક્તિ ઘાયલ મળ્યો હતો. જેની પણ હાલત ગંભીર જણાવાઈ છે. 

પોલીસે તપાસ હાથ ધરી

ફર્સ્ટ ડિવીઝન કમાન્ડર મેજર શેનન લોડરે કહ્યું કે ગોળીબારી રવિવારે સવારે 3 વાગ્યે રેસ્ટોરાં સિક્યોરિટી ગાર્ડ અને ફૂટપાથ પર હાજર લોકો વચ્ચે થઈ હતી. આ ઘટના કેમ બની તેના વિશે હજુ કોઈ માહિતી મળી નથી. પોલીસે તપાસ હાથ ધરી છે અને અત્યાર સુધી કોઈની ધરપકડ થઇ નથી. 

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો