પુટિન સામે બળવો પોકારનારા પ્રિગોઝિન સહિત 10 લોકોના વિમાન દુર્ઘટનામાં મોત, અનેક તર્કવિતર્ક
મોસ્કો : વેગનર મર્સીનરીઝના વડા પ્રિગોઝિનનું પ્લેન આર્મીએ તોડી પાડતા તેનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. પ્રિગોઝિન સહિત કુલ સાત જણને લઈ જતું પ્લેન ક્રેશ થયું હતુ, એમ રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ જણાવ્યું હતું. જ્યારે વેગનર સાથે લિંક્ડ ટેલિગ્રામ ચેનલનો ગ્રે ઝોનનો દાવો છે કે ઉત્તરી મોસ્કોમાં ત્વેર રિજયનમાં એર ડિફેન્સે તેના પ્લેનને તોડી પાડયું છે
પ્રિગોઝિનને લઈ જતું એમ્બ્રેર જેટ મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. તેમા ત્રણ ક્રુ સાથે સાત પેસેન્જર હતા. રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓનું કહેવું છે કે પ્રિગોઝિનનું પેસેન્જર પ્લેન તૂડી પડયુ છે અને તેમા તેનું મોત થયું હોવાની પ્રબળ સંભાવના છે. જો કે કેટલાક મજાકમાં કહે છે કે આ રશિયાનું ચંદ્રયાન થોડી છે જે ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા તૂટી પડે.
પ્રિગોઝિને જુનમાં રશિયાના પ્રમુખ પુતિન સામેના નિષ્ફળ બળવાની વાટાઘાટ કરી હતી. ગ્રે ઝોને જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ પ્લેન ક્રેશ થયું તે પહેલા બે મોટા અવાજ સાંભળ્યા હતા અને બે મોટી ધુમ્રસેર પણ જોઈ હતી. તાસ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે પ્લેન જમીનને અથડાતા આગમાં સપડાઈ ગયું હતું. ચાર મૃતદેહો મળી આવ્યા છે. એર ક્રાફ્ટ હવામાં અડધો કલાક રહ્યુ હતું.
Comments
Post a Comment