ટ્રમ્પ ચોથા કેસમાં ગ્રાન્ડ જ્યુરી દ્વારા દોષિત જાહેર, ચૂંટણી પરિણામોને ઉથલાવવાનો છે મામલો

image : Twitter


એક તરફ જ્યાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2024ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ તેમની કાયદાકીય અડચણો અને મુશ્કેલીઓ સતત વધી રહી છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જ્યારે જ્યોર્જિયાની ગ્રાન્ડ જ્યુરીએ ચૂંટણી પરિણામોને પલટાવવાના આરોપમાં તેમને દોષિત ઠેરવ્યા હતા. ટ્રમ્પ પર 2020ની જ્યોર્જિયા ચૂંટણીના પરિણામોને પલટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો.

ટ્રમ્પ પર ચોથો ગુનાહિત આરોપ

જ્યોર્જિયાની ગ્રાન્ડ જ્યુરીએ તેમને ચોથા ગુનાહિત આરોપમાં દોષિત ઠેરવતા કહ્યું કે ટ્રમ્પે 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ્સથી મળેલા પરાજયને પલટાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યોર્જિયાની ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પ સામે આરોપ મૂક્યો હતો. 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકનમાં નોમિનેશનની રેસમાં આગળ રહેલા ટ્રમ્પને ફુલટન કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ફાની વિલિસ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો પછી હવે કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ કાયદા હેઠળ આરોપો ઘડાયા 

અહેવાલો અનુસાર, ફુલ્ટન કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ફેની વિલિસે મોડી રાત્રે ટ્રમ્પ અને તેમના 18 સહયોગીઓ પર જ્યોર્જિયાના એન્ટી-રેકેટિયરિંગ કાયદાના ઉલ્લંઘનનો તેમજ કાવતરું ઘડવા, જુઠ્ઠું બોલવા અને એક જાહેર અધિકારી દ્વારા તેમના પદના શપથનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. વિલિસે તમામ 19 આરોપીઓ પર RICO એક્ટ હેઠળ આરોપ મૂક્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે